લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શરૂ થઈ ગયું ભાજપનું ફંડ ભેગું કરવાનું અભિયાન

|

Feb 11, 2019 | 11:24 AM

ભાજપ દેશભરમાં સમર્પણ દિવસની ઉજવણી કરી રહ્યું છે. જેમાં સ્થાનિક કાર્યકર્તાથી માંડી મોટા નેતાઓને ધન દાન કરવા કહેવાયું છે. ખાસ કરીને નરેન્દ્ર મોદી મોબાઈલ એપ્લિકેશનથી રૂ.5થી લઇને રૂપિયા એક હજાર સુધી દાન કરવા પાર્ટી તરફથી રાષ્ટ્ર વ્યાપી અભિયાન શરુ કરાયું છે. ઉદ્દેશ્ય એ જ હતો કે પાર્ટીના કાર્યકર્તાઓની પાર્ટીમાં સક્રીયતા વધારવી અને લોકસભાની ચૂંટણી માટે […]

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શરૂ થઈ ગયું ભાજપનું ફંડ ભેગું કરવાનું અભિયાન
ચુટણી માટે બીજેપીએ કાઉન્સિલરથી માંડી સાસંદોને આપ્યો ટાર્ગેટ,

Follow us on

ભાજપ દેશભરમાં સમર્પણ દિવસની ઉજવણી કરી રહ્યું છે. જેમાં સ્થાનિક કાર્યકર્તાથી માંડી મોટા નેતાઓને ધન દાન કરવા કહેવાયું છે.

ખાસ કરીને નરેન્દ્ર મોદી મોબાઈલ એપ્લિકેશનથી રૂ.5થી લઇને રૂપિયા એક હજાર સુધી દાન કરવા પાર્ટી તરફથી રાષ્ટ્ર વ્યાપી અભિયાન શરુ કરાયું છે.

ઉદ્દેશ્ય એ જ હતો કે પાર્ટીના કાર્યકર્તાઓની પાર્ટીમાં સક્રીયતા વધારવી અને લોકસભાની ચૂંટણી માટે માનસિક રીતે માહોલ તૈયાર કરવો. વાત ગુજરાતની કરીએ તો જિલ્લા અને મંડળ સ્તરે કાર્યકર્તાઓએ નાના મોટા કાર્યક્રમો કર્યાં અને ધનદાન પણ કર્યું.

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાને પણ કર્યું ધનદાન

મુખ્યપ્રધાન વિજય રુપાણીએ નમો એપના માધ્યમથી એક રુપિયાનું દાન કર્યું. તો ડેપ્યુટી સીએમ નિતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાધાણીએ પણ એપના માધ્યમથી દાન કર્યું. ત્યારે પ્રદેશના અનેક નેતાઓએ આવી રીતે દાન કરીને કાર્યક્રમમાં હાજરી આપી.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ગુજરાતમાં કોર્પોરેટરથી લઇને ધારાસભ્યો અને પ્રધાનોથી લઇને સાસંદોને અપાયા ટાર્ગેટ

સમર્પણ દિવસને લઇને પાર્ટીએ ધનદાન તો કરાવી રહી છે, પણ પાર્ટીના સૂત્રોનું માનીએ તો પાર્ટી હાઇકમાન્ડે ઇલેક્શન ફંડ એકત્ર કરવા હવે ધનદાન અથવા કોઇ પણ રીતે ફંડ ભેગું કરાવવાની સૂચના આપી છે.

જેમાં સામાન્ય નગરપાલિકાના કાઉન્સિલરને રૂ.25 હજાર, તો મહાનગર પાલિકાના કાઉન્સિલરને 50 હજારથી લઇને કમિટીના સભ્યો ચેરમેનને 75 હજાર, ધારાસભ્યોને 2 લાખ રુપિયા, તો સાંસદોને 5 લાખ સુધીનો દાન કરાવવાના ટાર્ગેટ અપાયા છે. ઉપરાંત, પ્રધાનોને રૂપિયા પાંચ લાખ તો જિલ્લા સ્તરના પદાધિકારીઓને 50 હજારથી એક લાખ રુપિયાનું દાન કરાવવાનું કહેવાયું છે.

TV9 Gujarati

 

જોકે આ કારણે પાર્ટીમાં નાના હોદ્દેદારોમાં કચવાટ ઉભો થઇ રહ્યો છે. સૂત્રો એટલું જરુર કહી રહ્યાં છે કે આ ટાર્ગેટ મોટા નેતાઓ તો પૂર્ણ કરી લેશે પણ નાના નેતા કોના ત્યાં માંગવા જાય તેવા સવાલો પૂછી રહ્યાં છે. કેટલાક નેતાઓ તો ત્યાં સુધી કહી રહ્યા છે કે આ ટાર્ગેટ સિધ્ધ કરવા માટે સ્થાનિક કક્ષાએ અનિચ્છનીય કાર્યો કરવા પડશે, સ્થાનિક બિલ્ડર અથવા વ્યવસાયીઓ પાસે આ દાન લેવાની ફરજ પડશે જેથી ભવિષ્યમાં આવા લોકોનું કામ પણ કરવુ પડશે.

ટાર્ગેટ મુદ્દે નાયબ  મુખ્યપ્રધાન નીતિન પટેલની પ્રતિક્રિયા

આ મુદ્દે જ્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને પુછવામાં આવ્યું તો તેમણે સમર્પણ દિવસે દાનની વાત સ્વીકારી. પણ કોઇ ટાર્ગેટ અપાયા હોવાની વાતનો રદીયો આપ્યો. તેમણે પોતે પણ એક હજાર રુપિયા નમો એપના માધ્યમથી દાન આપ્યા છે તેમ દાવો પણ કર્યો.  નીતિન પટેલનું માનીએ તો ભાજપના સપોર્ટર અને સમર્થકોને લાગે છે કે ભાજપ દેશ માટે જરરુી છે. ભાજપ એક ઇમાનદાર પાર્ટી છે. તેને મદદ કરવી જોઇએ તે ભાવનાથી લોકો આમાં દાન આપી શકે છે. એપથી અને ચેકથી પણ ડોનેશન આપી શકે છે. કોઇને કોઇ ટાર્ગેટ અપાયો નથી.

આમ હાલ ભલે બીજેપીના નેતાઓ ટાર્ગેટની વાત સ્વીકારતા ન હોય. પણ જે રીતે સ્થાનિક નેતાઓ આ મુદ્દે બળાપો કાઢી રહ્યા છે તેનાથી એક વાત તો સાબિત થાય છે કે સમર્પણ દિવસની દાન આપવાની યોજના બીજેપી માટે ધનસંગ્રહ યોજનાથી અલગ નથી.

[yop_poll id=1314]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article