બળાત્કારની સજા ભોગવી રહેલા કુલદીપ સેંગરની પત્નીને ભાજપે આપી ટિકિટ, બનાવ્યા જિલ્લા પંચાયતના ઉમેદવાર

|

Apr 09, 2021 | 11:29 AM

યુપી પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં બળાત્કાર કેસમાં જેલમાં સજા ભોગવી રહેલા કુલદીપસિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરને પણ ચૂંટણીના મેદાનમાં ઉતારી છે.

બળાત્કારની સજા ભોગવી રહેલા કુલદીપ સેંગરની પત્નીને ભાજપે આપી ટિકિટ, બનાવ્યા જિલ્લા પંચાયતના ઉમેદવાર
કુલદીપ સેંગર - સંગીતા સેંગર

Follow us on

યુપી પંચાયતની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ભાજપે 51 જિલ્લા પંચાયત બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની પત્ની સંગીતા સેંગરને ભાજપને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. કુલદીપસિંહ સેંગર બળાત્કાર કેસમાં જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેની પત્ની સંગીતા સેંગરને ફતેહપુર ચૌરાસી તૃતીયમાંથી મેદાનમાં ઉતારવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટેના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં ભાજપે પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરની પત્નીને પણ ઉમેદવાર બનાવ્યા છે. તમને જણાવી દઈએ કે કુલદીપ સિંહ સેંગર બળાત્કાર કેસમાં દોષિત છે અને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. તમને એ પણ જણાવી દઈએ કે સંગીતા સેંગર વર્તમાનમાં જીલ્લા પંચાયત અધ્યક્ષ છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ઉન્નાવના બાંગરમઉથી ચાર વખત ધારાસભ્ય રહેલ કુલદીપ સેંગર અત્યારે જેલના સળીયા ગણી રહ્યો છે. તેની 2017 માં ઉન્નાઓ બળાત્કાર કેસમાં ધરપકડ થઇ હતી. કુલદીપને ગયા વર્ષે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. પોલીસ કસ્ટડીમાં પીડિતાના પિતાના મૃત્યુના કેસમાં તેને 10 વર્ષની સજા પણ ફટકારવામાં આવી હતી. ભાજપે સેંગરને 2019 માં પાર્ટીમાંથી હાંકી કાઢ્યો હતો. તે જ સમયે, વિધાનસભા સભ્યપદ પણ સમાપ્ત થઇ ગયું હતું.

પરંતુ ભાજપ દ્વારા જીલ્લા પંચાયતમાં ગુનેગાર કુલદીપ સેંગરની પત્નીને ટીકીટ અપાતા ચોતરફ ચર્ચા ગહન બની છે. બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલા કુલદીપની પત્ની વર્તમાનમાં જીલ્લા પંચાયત અધ્યક્ષ છે.

 

 

પૂર્વ બ્લોક વડા અને પૂર્વ જિલ્લા પ્રમુખને પણ ભાજપે ટેકો આપ્યો છે. ગુરુવારે જિલ્લા પંચાયતના સભ્ય પદ માટે ભાજપ દ્વારા જીલ્લા પંચાયતના ઉમેદવારની ઘોષણા કરવામાં આવી હતી. ઘણા નવા ચહેરાઓને પણ આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય સંગીતા સેંગરને પણ જિલ્લા પંચાયત ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. પૂર્વ બ્લોક વડા ઉરુણ સિંહને નવાબગંજથી ટિકિટ આપવામાં આવી છે.

 

આ પણ વાંચો: West Bengal Election: ભાષણમાં કોમી સ્વરને લઈને ફસાયા ભાજપ નેતા, સુવેન્દુ અધિકારીને EC એ ફટકારી નોટીસ

આ પણ વાંચો: Corona Vaccine: કોરોના સામેનું યુદ્ધ કેવી રીતે જીતી શકાશે? ભારત પાસે સ્ટોકમાં માત્ર આટલા દિવસની વેક્સિન

Next Article