Gujarat ના સીએમ તરીકે ભૂપેન્દ્ર પટેલ આજે શપથ લેશે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ચાર રાજયોના સીએમ હાજર રહેશે

|

Sep 13, 2021 | 8:46 AM

ભૂપેન્દ્રભાઈ પટેલ(Bhupendra Patel)રાજભવન ખાતે આજે (સોમવારે) બપોરે 2. 20 કલાકે સીએમ પદની શપથ લેશે.આ શપથ વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરશે.

ભારતીય જનતા પાર્ટી(BJP)વિધાયક દળના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ(Bhupendra Patel)રાજભવન ખાતે આજે (સોમવારે) બપોરે 2. 20 કલાકે સીએમ પદની શપથ લેશે.આ શપથ વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.  ભૂપેન્દ્ર પટેલે રવિવાર સાંજે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો  હતો.

તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.

આ અવસરે કાર્યકારી મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી(Vijay Rupani),ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ,નરેન્દ્રસિંહ તોમર,પ્રહલાદ જોશી તેમજ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અગ્રણીઓ,સાંસદો અને રાજ્ય સરકારના કાર્યકારી મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, શનિવાર સાંજથી ગુજરાતના સીએમ તરીકે વિજય રૂપાણીએ રાજીનામુ આપ્યા બાદ નવા નામોની ચર્ચા ચાલી હતી. જો કે આખરે ભાજપ પાર્લમેન્ટરી બોર્ડે ગુજરાતના નવા સીએમ તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની પસંદગી કરી હતી. જેની જાહેરાત વિધાયક દળની બેઠકમાં કરવામાં આવી હતી.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની શપથવિધિમાં ચાર રાજ્યોના સીએમ હાજર રહેશે.જેમાં કર્ણાટકના બસવરાજ બોમાઈ, ગોવાના પ્રમોદ સાવંત, આસામના હિમતા બિશવા શરમા, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ હાજર રહેશે.

ભારતીય જનતા પાર્ટી(BJP)વિધાયક દળના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ(Bhupendra Patel)રાજભવન ખાતે સોમવારે બપોરે 2. 20 કલાકે સીએમ પદની શપથ લેશે.આ શપથ વિધિમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.  ભૂપેન્દ્ર પટેલે રવિવાર સાંજે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો કર્યો  હતો.

પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરશે. અને, નીતિન પટેલના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલ નીતિન પટેલના આશિષ લેશે.

Published On - 7:33 am, Mon, 13 September 21

Next Video