મિશન 2022 નજીક છે અને ત્યારે જ વિજય રૂપાણીનું રાજીનામું ગુજરાતમાં રાજકીય ગરમાટો લઈને આવ્યું અનેક ચર્ચાના દોર ચાલું થયા. ત્યારે ભૂપેન્દ્ર પટેલેના નામની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે મિશન 2022 માટે ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક માનવામાં આવી રહ્યો છે. ત્યારે સત્તાસંગ્રામના નવા સેનાપતિની જાહેરાત બાદ ફરી પાટીદાર પાવરમાં આવ્યા છે.
મિશન 2022 માટે ભાજપનો માસ્ટર પ્લાન
ગુજરાતના રાજકારણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે. આખા દિવસ દરમિયાન અનેક અટકળો વચ્ચે ચોંકાવનારૂ નામ ભૂપેન્દ્ર પટેલનું નામ સામે આવતા જ સૌ કોઈ ચોંકી ગયા હતા. ત્યારે વિજય રૂપાણીના રાજીનામા બાદ કોણ બનશે મુખ્યપ્રધાન તે સવાલનો પણ જવાબ મળી ગયો છે. ત્યારે મિશન 2022 માટે ભાજપનો આ માસ્ટર સ્ટ્રોક છે.
ફરી પાવરમાં પાટીદાર
જો કે, એક સમયે એવી પણ ચર્ચાઓ વહેતી થઈ હતી કે, ગુજરાતમાં પાટીદારોની નારાજગી ખાળવા માટે બીજેપી હાઈકમાન્ડ હાલ ગુજરાતના ડેપ્યુટી સીએમ રહેલા નીતિન પટેલના નામની જાહેરાત કરી શકે છે. તેમને મોટી જવાબદારી આપી શકે છે. ત્યારે આ બાબતને લઈને પણ હવે પૂર્ણ વિરામ લાગી ગયું છે. ગુજરાતના નવા સીએમ તરીકે કડવા પાટીદાર નેતાને વરણી કરીને પાટીદાર સમાજની નારાજગી દુર કરવાનું કામ કર્યુ છે.
ભાજપનો ચૂંટણી માટે પાટીદાર માસ્ટર સ્ટ્રોક
એક તરફ કોરોના, તો બીજી તરફ ગુજરાતમાં આપની એન્ટ્રી અને પાટીદારોની નારાજગીને જોતા 2022નો ફુલપ્રુફ પ્લાન સાથે ભારતીય જનતા પાર્ટીએ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે.ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ઘાટલોડિયા વિધાનસભામાંથી સૌથી વધારે લીડ સાથે જીત્યા હતા. ભૂપેન્દ્ર પટેલ 2017માં તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા જ્યાં સૌથી વધારે લીડ સાથે તેઓ અહીંથી જીત્યા હતા. ૧.૧૭ લાખ મતોની લીડ સાથે ચૂંટણી જીત્યા હતા.
ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વાર પાટીદાર નેતાની વરણી કરી છે. 2022ની ચૂંટણીને ધ્યાને રાખીને ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વાર પાટીદાર નેતા પર દાવ ખેલ્યો છે.
પાટીદારોની નારાજગી દુર કરવાનો પ્રયાસ
પાટીદારોની નારાજગી ભાજપ માટે સૌથી પડકાર જનક હતી પરંતુ ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરીને ભાજપે સત્તાના સમિકરણો ફરી બદલી નાંખ્યા છે. એક તરફ કૉંગ્રેસ પક્ષમાં મજબૂત નેતાનો અભાવ છે. તો બીજી તરફ પાટીદારોની નારાજગીનો રાજકીય ફાયદો ઉઠાવી આપ પાર્ટી ગુજરાતમાં પોતાના મૂળી મજબૂત કરવા માગતી હતી. પરંતુ ભાજપના આ સ્ટ્રોકને પગલે આપ પાર્ટીની આ રણનીતિ પર પાણી ફરી વળ્યું છે.
મિશન 2022ની ચૂંટણીને ધ્યાનમાં રાખી ફરી ભાજપે જાતીગત ગણિતને સાધ્યું છે. જેનો ફાયદો ચોક્કસ 2022ની ચૂંટણીમાં મળશે. કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલા જ રાજ્ય સરકારને અનામત કોટા નક્કી કરવાની પરવાનગી આપી. તેનો ફાયદો ગુજરાતના પાટીદારોને થશે. કેમકે, ભૂપેન્દ્ર પટેલ ખુદ પાટીદાર સમાજના હોવાથી સમાજ પ્રત્યે કુણુ વલણ દાખવે તેવી સંભાવના છે.