Bhupendra Patel Profile : જાણો કોણ છે ગુજરાતના નવા મુખ્યપ્રધાન ? વાંચો આ અહેવાલ

|

Sep 13, 2021 | 11:04 AM

Bhupendra Patel Biography : ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઇ 1962માં અમદાવાદમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તે વ્યવસાયે બિલ્ડર છે.

Bhupendra Patel Profile : જાણો કોણ છે ગુજરાતના નવા મુખ્યપ્રધાન ? વાંચો આ અહેવાલ
Bhupendra Patel, Profile Biography

Follow us on

ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)હાલ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પૂર્વ સીએમ આનંદી પટેલના નજીકના માનવામાં આવે છે. તેઓ વિસ્તારના સ્થાનિક રાજકારણમાંથી કોર્પોરેશન અને ત્યાર બાદ વર્ષ 2017ની વિધાનસભા ચુંટણીમાં ઘાટલોડિયાના ધારાસભ્ય બનનારા ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના 17માં નવા સીએમ બન્યા છે.

નવા સીએમ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)વિશે જાણો 

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઇ 1962માં અમદાવાદમાં થયો હતો. ભૂપેન્દ્ર પટેલે સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તે વ્યવસાયે બિલ્ડર છે. આ સાથે જ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ છે.

Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?

ભૂપેન્દ્ર પટેલ 1995-96માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. 1999-2000, 2004-06માં અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન રહી ચુક્યા છે. 2008-10માં થલતેજ વોર્ડના કાઉન્સિલર હતા અને 2010-15માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. તેમજ તે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA)માં 2015-17માં ચેરમેન રહી ચુક્યા છે.

મૃદુભાષી અને સૌમ્ય સ્વભાવના છે ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)

મૂળ અમદાવાદના દરિયાપુરની કડવાપોળમાં નાનપણમાં રહેતા હતા.
આજે પણ દરિયાપુરમાં તો ભૂપેન્દ્રભાઈને લોકો ‘કડવાપોળના લાડકવાયા’ જ કહે છે.
2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા.
પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા.
ભૂપેન્દ્રભાઈ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા.
2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા.

‘દાદા’નું હુલામણું નામ ધરાવે છે

ભૂપેન્દ્ર પટેલ પોતાના મત વિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે.
2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો.
વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજમાં કલ્હાર રોડ પરની આર્યમાન રેસિડેન્સીમાં રહે છે.
2017 પહેલા આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, આનંદીબેન પટેલ બાદમાં પોતાના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી.
ભૂપેન્દ્ર પટેલ એફિડેવિટ મુજબ રૂ. 5.20 કરોડની સંપતિ ધરાવે છે.
ઔડાના ચેરમેન રહી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલ વાહનોમાં આઈ-20 કાર અને એક્ટિવા ટુ-વ્હીલરની માલિકી ધરાવે છે.

ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ રાખ્યો હતો. નરેન્દ્ર તોમરે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. તેમજ એ બાબત પણ સ્પષ્ટ થઈ છે કે કે હવે વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં જ લડાશે.

Published On - 11:04 am, Mon, 13 September 21

Next Article