ભાજપે લોકોના ‘દિલ અને દિમાગ’માં સ્ટ્રાઈક કરીને મત મેળવવા માટે બનાવી રણનીતિ

|

Apr 07, 2019 | 6:06 PM

ભાજપ હવે ગુજરાતમાં 26 સીટો જીતવા માટે જાદુગરોનો ઉપયોગ કરશે અને દરેક લોકસભા સીટમાં ભાજપના જાદુગરો મનોરંજન કરીને માટે વોટ માંગશે આ ઉપરાંત ભાજપે 52 જેટલાં LED  પ્રચાર રથ તૈયાર કર્યા છે જેમાં ભાજપ સરકારના કાર્યોની માહિતી આપવામાં આવશે સાથે જ ભાજપે તૈયાર કરેલાં ત્રણ જેટલાં ચોકીદાર થીમના સોંગ પણ સંભળાવવામાં આવશે. મતદારોને રિઝવવીને સ્ટ્રાઈક […]

ભાજપે લોકોના દિલ અને દિમાગમાં સ્ટ્રાઈક કરીને મત મેળવવા માટે બનાવી રણનીતિ

Follow us on

ભાજપ હવે ગુજરાતમાં 26 સીટો જીતવા માટે જાદુગરોનો ઉપયોગ કરશે અને દરેક લોકસભા સીટમાં ભાજપના જાદુગરો મનોરંજન કરીને માટે વોટ માંગશે

આ ઉપરાંત ભાજપે 52 જેટલાં LED  પ્રચાર રથ તૈયાર કર્યા છે જેમાં ભાજપ સરકારના કાર્યોની માહિતી આપવામાં આવશે સાથે જ ભાજપે તૈયાર કરેલાં ત્રણ જેટલાં ચોકીદાર થીમના સોંગ પણ સંભળાવવામાં આવશે.

મતદારોને રિઝવવીને સ્ટ્રાઈક કરવા માટે 56  LED પ્રચાર રથ

ભાજપે હવે ગુજરાતના મતદારોના દિલ અને દિમાગ ઉપર પ્રચારનો સર્જીકલ સ્ટ્રાઇક કરવાની રણનીતિ બનાવી લીધી છે એટલે કે મતદારોના દિલ ઉપર સીધી રીતે અસર કરવા માટે LED પ્રચાર રથોને પણ લોન્ચ કરવામાં આવ્યા છે.  આ LED પ્રચાર રથોમાં 3 પ્રકારના થીમ ગીતો મુકવામાં આવશે જેમાં સરકારની ઉપલબ્ધીઓ ગણાવાશે. તે સિવાય’ હું ચોકીદાર છું’ તેવા થીમથી લોકો સુધી માહિતી આપવામા આવશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ભાજપના LED સ્ક્રીન પ્રચાર રથમાં  ‘મોદી હૈ તો મુમકીન હૈ’ જેવી શોર્ટ ફિલ્મ પણ દેખાડવામા આવશે. દરેક લોકસભામાં શહેરી વિસ્તારો હોય કે ગ્રામ્ય વિસ્તારો ત્યાં આ LED રથ લઈ જવામાં આવશે, જેથી લોકો સુધી માહિતી પહોચાડીને મતો લેવાના પ્રયાસ થઈ શકે. આમ ભાજપે લોકોના દિલ પર સ્ટ્રાઈક કરવાની તૈયારી કરી લીધી છે.

જાદૂગરોના ખેલના મનોરંજનથી લોકોના મત મેળવવાનો પ્રયાસ

જ્યારે મતદારોના મગજ સુધી પહોચવા માટે ભાજપ હવે જાદુગરોનો ઉપયોગ કરશે. ભાજપ માટે જાદુગરીનો શો કરવા આવેલા મહારાષ્ટ્રના જાદુગર એસ લાલની માનીએ તો જાદુગરીથી મનોરંજન મળી શકે છે પણ સાથે અમે મતદારોને ભાજપની તરફે મત આપવા અપીલ કરીશું.  જો વિકાસ જોઇએ તો ભાજપને મત આપો તેવા પ્રકારના જાદુ પણ દેખાડીશુ. આની અસર સીધી રીતે માનસિકરુપે થાય છે. જાદુ દરમિયાન ભાજપના ચિન્હ, ભાજપનો ધ્વજ, ભાજપનો ખેસ, વડાપ્રધાનનો ફોટો વિગેરે દેખાડીશું તો લોકોના મનમાં આ વાત ઘર કરી જશે જેથી તેનો લાભ ભાજપને મળશે.

ગુજરાતી જાદૂગરોનો જાદૂ ન ચાલ્યો તો આ વખતે મહારાષ્ટ્રના જાદૂગરો!

ભાજપ એવું સ્વીકારી રહી છે કે ગુજરાતના જાદૂગરોનો જાદૂ 2017ની લોકસભાની ચૂંટણીમાં વધારે ચાલ્યો નહોતો આથી જ આ વખતે ભાજપે ગુજરાતના જાદૂગરોને અલવિદા કહીને મહારાષ્ટ્રના જાદૂગરોને મેદાનમાં ઉતાર્યા છે. હવે જોવાનું એ રહેશે કે  ગુજરાતના જાદૂગરો જે ના કરી શક્યાં તે શું મહારાષ્ટ્રના જાદૂગરો કરી બતાવશે? આ બધાની વચ્ચે મહારાષ્ટ્રથી જાદૂગરો બોલાવતા ગુજરાતના જાદૂગરોને કચવાટ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:05 pm, Sun, 7 April 19

Next Article