Bengal Elections : સર્વપક્ષીય બેઠક બાદ ચૂંટણીપંચે જાહેર કરી ગાઈડલાઈન, પ્રચારના નવા નિયમો જાહેર કર્યા

|

Apr 16, 2021 | 10:06 PM

Bengal Elections : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના બાકીના તબક્કાઓમાં પ્રચારના સમયગાળાને ઘટાડ્યો છે.

Bengal Elections : સર્વપક્ષીય બેઠક બાદ ચૂંટણીપંચે જાહેર કરી ગાઈડલાઈન, પ્રચારના નવા નિયમો જાહેર કર્યા
FILE PHOTO

Follow us on

Bengal Elections : દેશમાં હાલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાંથી ચાર રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ચાર તબક્કાની ચૂંટણી યોજાવાની બાકી છે. એક બાજુ ચૂંટણી વચ્ચે કોરોનાના વધતા જતા કેસો અને રાજકીય પાર્ટીઓ-નેતાઓ દ્વારા કોવિડ નિયમોના ખુલ્લા ઉલ્લંઘનને જોયા બાદ ચૂંટણીપંચે કડક પગલા લીધા છે. સર્વપક્ષીય બેઠક બાદ ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી (Bengal Elections) ના બાકીના તબક્કાઓમાં પ્રચારના સમયગાળાને ઘટાડ્યો છે. આવો જોઈએ નવી ગાઈડલાઈનમાં પ્રચાર માટે દર્શાવાયેલા નવા નિયમો.

1)ચૂંટણીપંચે પ્રચારનો સમય ઘટાડીને સાંજે 7 વાગ્યા સુધી મર્યાદિત કર્યો છે. સાંજે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી કોઈ
ચૂંટણીપ્રચાર નહીં કરવામાં આવે.

2) મતદાન પૂર્વે પ્રચાર અભિયાનનો બંધ કરવાનો સમયગાળો પણ 48 કલાકથી વધારીને 72 કલાક કરવામાં આવ્યો છે. એટલે કે હવે પ્રચાર અભિયાન મતદાનના ત્રણ દિવસ પહેલા બંધ થઈ જશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

3) રાજકીય પક્ષોને જાહેર જનતા સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ રજૂ કરવા અને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

4) રાજકીય પક્ષો સાથે રાજ્યના તમામ મેજિસ્ટ્રેટ્સ અને પોલીસ અધિકારીઓને ચૂંટણીપંચ દ્વારા સ્પષ્ટપણે કોવિડના નિયમોનું દરેક કિંમતે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

5) જો કોઈ રાજકીય પક્ષ અથવા કોઈપણ નેતા નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો જિલ્લાના વહીવટીતંત્રને સભા કે રેલી, રોડ શો અને પ્રચાર રદ કરવાનો અધિકાર રહેશે.

6) નવા નિયમો બંગાળમાં 17 એપ્રિલે શનિવારે વિધાનસભાની ચૂંટણીના પાંચમાં તબક્કા બાદ બાકી રહેલા મતદાનના ત્રણ તબક્કામાં લાગુ થશે.

કેટલા અસરકારક રહેશે આ નવા નિયમો?
જોકે કેન્દ્રીય ચૂંટણીપંચે 9 એપ્રિલે પણ આ નિયમોને અંગેની ગાઈડલાઈન જાહેર કરી હતી, પરંતુ આ ગાઈડલાઈનની ગ્રાઉન્ડ લેવલ પર કોઈ અસર થઈ નહોતી. રાજકીય સભાઓ અને રેલીઓમાં લોકો કોરોના અંગે જાહેર કરેલા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. એવામાં હવે જોવું રહ્યું કે 17 એપ્રિલ બાદના ત્રણ તબક્કામાં આ નવા નિયમોનું કેટલું પાલન થશે?

હવે 4 તબક્કાનું મતદાન બાકી છે
West Bengal Bengal Election 2021 માં આગામી ચાર તબક્કાની ચૂંટણીમાં પાંચમા તબક્કામાં 17 એપ્રિલના રોજ 45 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલના રોજ 43 બેઠકો પર મતદાન થશે અને 26 મી એપ્રિલે સાતમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. આઠમા અને અંતિમ તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ યોજાશે, જેમાં 35 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 2 મેના રોજ થશે.

Published On - 10:05 pm, Fri, 16 April 21

Next Article