UPમાં સુરક્ષા વ્યવસ્થાની ખરાબ હાલત, ખોટા પ્રચાર સિવાય સરકાર કંઈ કરતી નથી : પ્રિયંકા ગાંધી વાડ્રા

|

Aug 04, 2021 | 3:52 PM

સિતાપુર જિલ્લાના હરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના મંગળવારે એક તબીબની તેના ક્લિનિકમાં તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ સંદર્ભે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

UPમાં સુરક્ષા વ્યવસ્થાની ખરાબ હાલત, ખોટા પ્રચાર સિવાય સરકાર કંઈ કરતી નથી : પ્રિયંકા ગાંધી વાડ્રા
priyanka gandhi vadra (File Photo)

Follow us on

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi Vadra) ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં એક ડોક્ટરની હત્યાને લઈને રાજ્યની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે, રાજ્યમાં કાયદો અને  વ્યવસ્થા સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.

પ્રિયંકાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, “સીતાપુરમાં (Sitapur) એક ડોક્ટરને તલવારથી છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આવી ઘટનાઓ રાજ્યના નાગરિકોના મનમાં ભય પેદા કરી રહી છે, સામાન્ય લોકોની સુરક્ષા વ્યવસ્થા ખરાબ હાલતમાં છે અને સરકાર ખોટા પ્રચાર સિવાય કશું કરી રહી નથી.”

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

 

ઉલ્લેખનીય છે કે,સીતાપુર જિલ્લાના હરગાંવ પોલીસ સ્ટેશન (Police Station) વિસ્તારનામંગળવારે એક તબીબની તેના ક્લિનિકમાં તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ સંદર્ભે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

સીતાપુરના પોલીસ અધિક્ષક આર પી સિંહે (RP Sinh)જણાવ્યું હતું કે, “તેમના ઘરેથી ક્લિનિક ચલાવતા BHMS ડોક્ટર મુનેન્દ્ર પ્રતાપ વર્મા પર આરોપી અચ્છે લાલ વર્માએ તીક્ષ્ણ હથિયારથી અનેક વખત હુમલો કર્યો હતો.જેને કારણે તેનું મોત થયું હતુ અને પુત્રને બચાવવા જતા ડોક્ટરના પિતા પણ ઈજાગ્રસ્ત થયા છે.”

ડોક્ટરનું ઘટનાસ્થળે થયું મોત

ઉતરપ્રદેશમાં માતા કમલા હોસ્પિટલ(Kamla Hospital)  ધરાવતા ડો.મુનેન્દ્રની કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા તલવાર વડે હુમલો કર્યો હતો.જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.ઉપરાંત પુત્રને બચાવવા ગયેલા પિતા પણ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતા.પોલીસે હાલ,ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો: Rahul Gandhi એ તાકયું PM પર નિશાન, કૌશલ વિકાસ યોજનાને લઈને કર્યા આકરા પ્રહાર

આ પણ વાંચો: Maharashtra: સંજય રાઉત ફરી રાજ્યપાલ પર ભડક્યા, કહ્યું કે ઠાકરે સરકારનાં પગ ખેંચવાની કોશિશ કરી છે તો….

Next Article