Anna Hazare એ પણ ખોલ્યો મોરચો, શનિવારથી આમરણાંત ઉપવાસ પર બેસશે

|

Jan 29, 2021 | 7:33 PM

સામાજીક કાર્યકર્તા Anna Hazare એ પણ ત્રણ કૃષિ કાયદાના સમર્થનમાં રાલેગણ સિદ્ધિમાં આમરણાંત ઉપવાસ પર બેસવા જઈ રહ્યા છે.

Anna Hazare એ પણ ખોલ્યો મોરચો, શનિવારથી આમરણાંત ઉપવાસ પર બેસશે

Follow us on

સામાજીક કાર્યકર્તા Anna Hazare એ પણ મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાના સમર્થનમાં શનિવારથી પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં આમરણાંત ઉપવાસ પર બેસવા જઈ રહ્યા છે. અન્નાએ પોતાના સમર્થકોને અલગ અલગ સ્થળો પર પોતાના ઉપવાસ શરૂ કરવા માટે અપીલ કરી છે. Anna Hazare ને આમરણાંત ઉપવાસ રોકવા માટે કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી કૈલાસ ચૌધરી રાલેગણ સિદ્ધિ પહોંચશે. મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ અને ભાજપના અન્ય નેતાઓ તેમને મનાવવામાં લાગ્યા છે. પરંતુ આ વખતે લાગે છે કે તે પોતાના નિર્ણયથી પરત નહી ફરે. આ ઉપરાંત જો અન્ના હજારે જો આમરણાંત ઉપવાસ પર બેસશે તો સરકાર પર ચોક્કસ દબાણ વધશે.

અન્ના હજારેએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ હું ખેડૂતોની અલગ અલગ માંગોને લઈને છેલ્લા ચાર વર્ષથી આંદોલન કરી રહ્યું છું. એવું લાગે છે કે ખેડૂતોના મુદ્દાઓ પર સરકાર યોગ્ય નિર્ણય નથી લઈ રહી. સરકાર ખેડૂતોની માંગ પ્રત્યે સંવેદનશીલ નથી. અમે સરકારની સામે પોતાની માંગ વારંવાર કરી છે. છેલ્લા ત્રણ મહિનામાં મે પીએમ મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રીને પાંચ વાર પત્ર લખ્યો છે. તેમણે કહ્યું સરકારના પ્રતિનિધિઓ સાથે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી રહી છે. પરંતુ આ માંગો પર હજુ કોઈ સમાધાન થયું નથી. અન્ના હજારે આ ઉપવાસ રાલેગણ સિદ્ધીમાં યાદવ બાબા રામદેવ મંદિરમાં કરશે.

Published On - 7:24 pm, Fri, 29 January 21

Next Article