Amit shah: ગૃહ મંત્રાલય સિવાય નવા બનેલા સહકારિતા મંત્રાલયની સોંપાઈ જવાબદારી, જાણો આ પાછળનું રસપ્રદ કારણ

|

Jul 08, 2021 | 4:18 PM

ભારતમાં મહારાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રનો ફેલાવો સૌથી વધુ છે. સહકારિતાની મહારાષ્ટ્રથી જ શરૂઆત થઈ હતી.

Amit shah: ગૃહ મંત્રાલય સિવાય નવા બનેલા સહકારિતા મંત્રાલયની સોંપાઈ જવાબદારી, જાણો આ પાછળનું રસપ્રદ કારણ
Cabinet Reshuffle 2021 : Amit Shah gets Ministry of Cooperation

Follow us on

મોદી સરકારમાં અમિત શાહને હવે ગૃહ મંત્રાલય સિવાય એક વધારાની જવાબદારી આપાઈ છે. અમિત શાહ હવે,  દેશમાં પહેલી જ વાર શરુ કરાયેલા સહકારિતા મંત્રાલયનો (Amit Shah, Ministry of Co-Operation) વધારાનો હવાલો સોપવામાં આવ્યો છે.

અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, સહકારથી સમૃદ્ધિના સરકારના સ્વપ્નને સાકાર કરવા માટે એક અલગ સહકારિતા મંત્રાલય બનાવવાના નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ નિર્ણય લેવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો હતો. મોદી સરકાર છેલ્લા 7 વર્ષથી ગરીબ તેમજ ખેડુતોના કલ્યાણ અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સતત સેવા આપી રહી છે. સાથે જ તેમણ જણાવ્યું કે, મને વિશ્વાસ છે આ એક ઐતિહાસિક નિર્ણયથી સહકારી ક્ષેત્ર અને તેના સાથે જોડાયેલા લોકોને સશક્ત બનાવશે. અને ભારતના સહકારી ક્ષેત્રને નવી ઉંચાઇ પર લઈ જશે.

મહત્વનું છે કે, અમિત શાહ સહકારી ક્ષેત્રનો વિશાળ અનુભવ ધરાવે છે. તેઓ પોતે અમદાવાદ જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ રહી ચૂક્યા છે. 2000 માં જ્યારે તેઓ એડીસી બેંકના (ADC BANK) અધ્યક્ષ બન્યા ત્યારે બેંક ડૂબી રહી હતી તેમણે એક વર્ષમાં બેંકની નફો કરતી બનાવી દીધી હતી. આજે ADC બેંક ગુજરાતમાં સૌથી મજબૂત બેંક છે.

 

આ નવું મંત્રાલય કેબિનેટ વિસ્તરણના 24 કલાક પહેલા જ બનાવવામાં આવ્યું હતું. જ્યારે દેશમાં પહેલી જ વાર સહકાર વિભાગ રચવામાં આવ્યાના સમાચાર આવ્યા ત્યારે લોકોમાં ઉત્સુકતા હતી કે નવા રચાયેલા સહકાર મંત્રાલયની જવાબદારી, કોઈ રાજ્યકક્ષાના મંત્રીને કે અન્ય કોઈ રાજ્યના નેતાને મળશે. પરંતુ આ ખાતાનો પદભાર અમિત શાહને સોપીને, સૌના અનુમાનને નરેન્દ્ર મોદીએ ખોટુ ઠેરવ્યું.

આજે દેશમાં મહારાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રનો ફેલાવો સૌથી વધુ છે. પરંતુ જ્યારે નામની જાહેરાત કરવામાં આવી ત્યારે આ મહત્વપૂર્ણ પદ વડાપ્રધાન મોદીના સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ અમિત શાહને આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ITRનું કયું ફોર્મ તમારા માટે છે અને કયું નથી, આ 5 સરળ પોઇન્ટમાં જાણો સમગ્ર વિગત

 

આ પણ વાંચો: Stock Update : આજે ક્યા શેર દોડયા અને ક્યા શેર ગબડયાં ? જાણો અહેવાલમાં

Published On - 1:41 pm, Thu, 8 July 21

Next Article