અમિત શાહની ગુજરાતના સ્થાનિક નેતાઓને લઈને નારાજગી, કહ્યું કે ‘મામલો દિલ્હી હાઈ કમાન્ડ સુધી કેમ પહોંચે છે?’

ગુજરાતમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ વિવિધ બેઠકોમાં ઉભી થયેલી નારાજગી અને વિરોધના કારણે સ્થાનિક ભાજપના નેતાઓ પરેશાન છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રદેશ નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રુપાણીની સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. અમિતશાહે નેતાઓને સ્પષ્ટ તાકીદ […]

અમિત શાહની ગુજરાતના સ્થાનિક નેતાઓને લઈને નારાજગી, કહ્યું કે મામલો દિલ્હી હાઈ કમાન્ડ સુધી કેમ પહોંચે છે?
| Edited By: | Updated on: Mar 30, 2019 | 5:43 PM

ગુજરાતમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ વિવિધ બેઠકોમાં ઉભી થયેલી નારાજગી અને વિરોધના કારણે સ્થાનિક ભાજપના નેતાઓ પરેશાન છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પ્રદેશ નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી છે.

સુત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રુપાણીની સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. અમિતશાહે નેતાઓને સ્પષ્ટ તાકીદ કરી છે કે વિરોધ કે વિવાદ ઉભો કેમ થાય છે. સ્થાનિક સ્તરે ડેમજ કંટ્રોલ કરવામાં સ્થાનિક નેતાઓ કેમ નિષ્ફળ સાબિત થઇ રહ્યા છે, કેમ મામલો દિલ્હી સુધી પહોંચે છે.

TV9 Gujarati

 

અમિત શાહે ખખડાવ્યા

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા સીટ ઉપરથી ચૂંટણી લડવાના છે ત્યારે ફોર્મ ભરવા માટે શુક્રવાર રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. અમિત શાહે મોડી રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ પ્રભારી ઓમ માથુર, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી.

ખાસ કરીને મહેસાણામાં આશા પટેલના ભાજપ પ્રવેશ પછી ઉભા થયેલા વિવાદ અંગે જીતુ વાઘાણી અને નીતિન પટેલને ઠપકો આપ્યો હોવાની ચર્ચા સામે આવી છે.તેમને સ્થાનિક સમસ્યાનો ઉકેલ પ્રદેશ કક્ષાએથી જ લાવી દેવા નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત અને અમદાવાદ પૂર્વની બેઠક અંગે હાઇકમાન્ડ જ આખરી નિર્ણય લેશે. તે સિવાયની બેઠકોમાં નામ નક્કી થઈ ગયા છે. પરંતુ એક-બે દિવસ પછી જાહેરાત કરવામાં આવશે.

સૌરાષ્ટ્રમાં સ્થિતિ સુધરી રહીછે, ઉત્તર ગુજરાતમાં બગડી રહી છે

સુત્રોનું માનીએ તો આશાબેન પટેલને જ્યારે ઉંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામુ અપાવી ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે તેમને સ્થાનિક નેતાગિરીના માધ્મયથી ટીકીટ આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. હવે સ્થિતિ એવી છે કે સ્થાનિક રાજનીતિના કારણે જો આશાબેનને ટીકીટ આપવામાં આવે તો ભાજપમાં બળવો થાય તેવી સ્થિતિનું નિર્માણ થાય એમ છે. જેના કારણે આ બેઠક ઉપર વિવાદ ઉભો થયો છે.

2 એપ્રિલ સુધીમાં તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઈ જશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે 7 બેઠકોના ઉમેદવારની જાહેરાત બાકી છે. આ બેઠકોમાં કોઈ વિવાદ કે ગૂંચ નથી. એક બે દિવસમાં જ તેની જાહેરાત કરી દઇશું. 2 એપ્રિલ સુધીમાં તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઇ જશે. વિવાદ કોંગ્રેસમાં છે. તે લોકો દિવાળીમાં લિસ્ટ જાહેર કરવાની વાત કરતા હતા હજુ તેમના કોઈ ઠેકાણા પડતા નથી.

નિતિન પટેલને લોકસભામાં નહીં મોકલાય

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મહેસાણા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા માટે પાર્ટી દ્વારા સમજાવવાના પ્રયાસ થઇ રહ્યા હોવાની ચર્ચા ચાલી હતી. નેતાઓ દ્વારા તેમની સાથે બેઠક પણ કરવામાં આવી હતી. પરંતુ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધુ છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે નીતિન પટેલને લોકસભા ચૂંટણી લડાવવાની કોઈ વાત જ નથી કે પાર્ટી તરફથી તેવા કોઈ પ્રકારના પ્રયાસ પણ થયા નથી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]