Akhilesh Yadav: ભાજપની વેક્સિન પર અખિલેશ યાદવનો યુ-ટર્ન, કહ્યું ‘ભારત સરકારની રસીનું સ્વાગત છે’

Akhilesh Yadav : કોવિડ વેક્સિન ઉપર રાજકારણ (Politics) કર્યા પછી અને મહિનાઓ સુધી કોરોના રસીને 'ભાજપ રસી' કહેતા, સમાજવાદી પાર્ટીના(Socialist Party) વડા અખિલેશ યાદવે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ જાતે જ રસી લેવાનું સૌને વિનંતી કરી રહ્યા છે.

Akhilesh Yadav: ભાજપની વેક્સિન પર અખિલેશ યાદવનો યુ-ટર્ન, કહ્યું ભારત સરકારની રસીનું સ્વાગત છે
Akhilesh yadav
| Edited By: | Updated on: Jun 08, 2021 | 4:29 PM

Akhilesh Yadav : કોવિડ વેક્સિન ઉપર રાજકારણ (Politics) કર્યા પછી અને મહિનાઓ સુધી કોરોના રસીને ‘ભાજપ રસી’ કહેતા, સમાજવાદી પાર્ટીના(Samajvadi Party) વડા અખિલેશ યાદવે મંગળવારે જાહેરાત કરી હતી કે ,તે કોરોના વેક્સિન લેશે કારણ કે, તે ભાજપની વેકિસન વિરુધ્ધ (Against)હતા, ભારત સરકારની નહી..

ઉપરાંત અખિલેશ યાદવે ટિપ્પણી કરી હતી કે સમાજવાદી પાર્ટી ‘ભાજપની વેક્સિન’ (BJP Vaccine)વિરુધ્ધ હતી ત્યારે તેઓએ ‘ભારત સરકારની રસી’ નું સ્વાગત કર્યું છે.

વેક્સિનનાં વિવાદમાં સંપડાયેલા સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે, હવે તે પણ કોરોના રસી લેશે. વધુમાં કહ્યું કે, તે ભાજપની વેકિસન વિરુધ્ધ (Against)હતા, ભારત સરકારની નહી.

કોરોનાનાં પ્રકોપ વચ્ચે એકમાત્ર રામબાણ ઈલાજ ગણાતા વેક્સિેસનને(Vaccination)  વેગ આપવા માટે કેન્દ્ર સરકારે સોમવારે નવી નીતિની જાહેરાત કરી હતી. ભારત સરકારની નવી નીતિ બાદ અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે. જેમાં  ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશે (Akhilesh)કહ્યું છે કે તેમને ‘ભારત સરકાર’ની રસી લેશે, તેઓ ફક્ત’ ભાજપ ‘ની રસી વિરુદ્ધ હતા,ભાજપ સરકારની નહી.

વેક્સિન પર રાજકારણને બદલે કરી જાહેરાત

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે લોકોના રોષને ધ્યાનમાં રાખીને સરકારની વેક્સિન અંગે રાજકારણ કરવાને બદલે ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે, તે વેક્સિન લેશે અને તેઓ ભાજપની રસી વિરુદ્ધ હતા, પરંતુ ‘ભારત સરકાર’ ની રસીનું સ્વાગત કરે છે.

મહત્વપૂર્ણ છે કે, આ વર્ષે જાન્યુઆરીમાં (January) જ્યારે રસીકરણ શરૂ થયું ત્યારે અખિલેશ યાદવે જાહેરાત કરી હતી કે તેમને ભાજપની રસી ઉપર વિશ્વાસ નથી, જ્યારે અમારી સરકાર આવશે, ત્યારે તે દરેકને મફત રસી (Free Vaccine)અપાવશે તેવી જાહેરાત કરી હતી.

મુલાયમસિંહ યાદવે વેક્સિન લગાવ્યા બાદ રાજકારણ ગરમાયું

સમાજવાદી પાર્ટીના સંરક્ષક (Protector) અને અખિલેશ યાદવનાં પિતાએ વેક્સિન લગાવ્યા બાદ તેમની તસ્વીર સામે આવતા રાજકારણ ગરમાયું હતું. ભારતીય જનતા પાર્ટીનાં ઉતરપ્રદેશનાં તમામ નેતાઓએ મુલાયમસિંહનાં(Mulayam SInh) વેક્સિન લગાવવાનાં નિર્ણયને આવકાર્યું અને ત્યારથી અખિલેશ યાદવ પર ટિપ્પણીઓ શરૂ થઈ હતી. મુલાયમ સિંહે વેક્સિન લીધા બાદ ઉતરપ્રદેશનાં નાયબ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યાએ  ટ્વિટ કરીને લખ્યું હતું કે, “રસી અંગેની અફવા ફેલાવવા બદલ અખિલેશે ભાજપની માફી માંગવી જોઈએ.”