Ahmedabad : હું નારાજ નથી : નીતિન પટેલ, ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલના આર્શીવાદ લીધા

| Edited By: | Updated on: Sep 13, 2021 | 11:11 AM

પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લેતા પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. અને, નીતિન પટેલના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલ નીતિન પટેલના આશિર્વાદ લીધા હતા.

પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શપથ લેતા પહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. અને, નીતિન પટેલના અમદાવાદ સ્થિત નિવાસસ્થાને મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલ નીતિન પટેલના આશિર્વાદ લીધા હતા. આ દરમિયાન નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં નારાજગી બાબતે ઇન્કાર કર્યો હતો. તેમણે કહ્યું કે હું આ બાબતે નારાજ નથી. નારાજગીની તમામ વાતો મીડિયા દ્વારા ઉપજાવી કાઢવામાં આવી છે.

નીતિન પટેલે નારાજગી બાબતે મીડિયાને કંઇક આમ કહ્યું,

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસસ્થાને મુલાકાત કરી હતી. અને, નવા મુખ્યમંત્રીએ નીતિન પટેલના શુભ આશિષ લીધા હતા. આ મુલાકાત બાદ નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે નારાજગી બાબતે ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે મને મુખ્યપ્રધાનના ઉમેદવાર પણ મીડિયાએ જ બનાવ્યા અને નારાજગી પણ મીડિયાએ જ ઉપજાવી કાઢેલી વાતો છે.

આ સાથે જ નીતિન પટેલે કહ્યું હતું કે, હું ભુપેન્દ્ર પટેલની સાથે છું, તેઓ મારા જુના અને નજીકના મિત્ર છે.સામાજિક રીતે પણ અમે નજીક છીએ. તેમને જરૂર પડશે ત્યારે ચોક્કસ માર્ગદર્શન આપીશ.

ગઇકાલે નવા સીએમની જાહેરાત થતા જ નીતિન પટેલ રવાના થયા હતા

નોંધનીય છેકે નવા સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત થતા જ  પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ચાલતી પકડી અને કમલમ છોડીને રવાના થયા હતા. આ સમયે ટીવી નાઇન સમક્ષ તેઓએ એક વાક્ય ઉચ્ચાર્યુ,નીતિન પટેલે કહ્યું અત્યારે મારે કશું જ કહેવાનું નથી.નીતિન પટેલના આ નિવેદન બાદ સવાલ એ સર્જાયો છે કે શું ફરી વખત નીતિન પટેલને સાઇડલાઇન કરાતા નારાજ થયા છે.શું ભુપેન્દ્ર પટેલની નિયુક્તિ નીતિન પટેલને ખુચી રહી છે.

 

 

Published on: Sep 13, 2021 09:39 AM