Ahmedabad District Panchayat Election 2021 Results: ‘ગઢ આલા પણ સિંહ ગેલા!’ અમદાવાદ જિલ્લા પંચાયત ભાજપે જીતી પણ પ્રમુખપદ ગુમાવ્યું

|

Mar 02, 2021 | 2:47 PM

Ahmedabad District Panchayat Election 2021 Results: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઈ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપ જીતી રહ્યું છે, જ્યારે કોંગ્રેસની કરમી હાર થઈ છે.

Ahmedabad District Panchayat Election 2021 Results: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઈ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં ભાજપ જીતી રહ્યું છે, જ્યારે કોંગ્રેસની કરમી હાર થઈ છે. અમદાવાદમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયત કબજે કરવા છતાં જિલ્લા પંચાયતનું પ્રમુખપદ ભાજપે ગુમાવ્યું છે. 

 

 

Ahmedabad District Panchayat Election 2021માં ભાજપે 34 બેઠકોમાંથી 17 બેઠકો જીતી અમદાવાદમાં જિલ્લા પંચાયત પર કબજો કર્યો છે પણ રસપ્રદ વાત એ છે કે અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ ભાજપે ગુમાવી દીધું છે. નિયમ પ્રમાણે આ  વખતે અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ SC એટલે કે અનુસૂચિત જાતિ માટે આનમત રાખવામાં આવ્યું છે, પણ ભાજપના એક પણ  SC ઉમેદવારની જીત ન  થતાં ભાજપે અમદાવાદ જિલ્લા પંચાયતનું પ્રમુખપદ ગુમાવવાનો વારો આવ્યો છે. આખી જિલ્લા પંચાયત કબજે કર્યા બાદ પણ પ્રમુખપદ ન મળતા ભાજપ માટે “ગઢ આલા પણ સિંહ ગેલા!” જેવો ઘાટ સર્જાયો છે.

 

આ પણ વાંચો: Gujarat Elections 2021 Results: પંચાયત અને પાલિકાની ચૂંટણીમાં ભગવો લહેરાતા કમલમ્ ખાતે વિજયોત્સવ મનાવાયો

Next Video