આહિર સમાજની મહિલાઓએ ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવા વડાપ્રધાન મોદીને લખ્યા પત્રો

આહીર સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવ્યો છે. મહીલાઓએ રાખડી સ્વરૂપે લખેલા પોસ્ટકાર્ડમાં મદદની અપીલ કરવાની સાથે ભગવાન બારડનું સસ્પેંસન રદ કરવાની વિનંતી કરવામાં આવી છે. કૉંગ્રેસના તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવાના મામલે તેમના મત વિસ્તારના લોકોનો રોષ સામે આવી રહ્યો છે. મહત્વનું છે કે ભગવાન બારડને ખનીજ ચોરીના કેસમાં વિધાનસભા અઘ્યક્ષે […]

આહિર સમાજની મહિલાઓએ ભગવાન બારડનું સસ્પેન્શન રદ કરવા વડાપ્રધાન મોદીને લખ્યા પત્રો
| Edited By: | Updated on: Mar 22, 2019 | 10:25 AM

આહીર સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખવામાં આવ્યો છે. મહીલાઓએ રાખડી સ્વરૂપે લખેલા પોસ્ટકાર્ડમાં મદદની અપીલ કરવાની સાથે ભગવાન બારડનું સસ્પેંસન રદ કરવાની વિનંતી કરવામાં આવી છે.

કૉંગ્રેસના તલાલાના ધારાસભ્ય ભગવાન બારડને સસ્પેન્ડ કરવાના મામલે તેમના મત વિસ્તારના લોકોનો રોષ સામે આવી રહ્યો છે. મહત્વનું છે કે ભગવાન બારડને ખનીજ ચોરીના કેસમાં વિધાનસભા અઘ્યક્ષે સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે. જેથી તેઓ 6 વર્ષ સુધી કોઈ ચૂંટણી નહી લડી શકે.

ભગવાન બારડ સામે કીન્નાખોરી રાખી તેમને ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની રજૂઆત કરતા પત્ર આહીર સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે. મહીલાઓએ રાખડી સ્વરૂપે લખેલા પોસ્ટકાર્ડમાં મદદની અપીલ કરવાની સાથે ભગવાન બારડનું સસ્પેંસન રદ કરવાની વિનંતી કરવામાં આવી છે.

TV9 Gujarati

 

ભાલકા તીર્થ ખાતે પુનમે યોજાયેલી સત્યનારાયણની કથામાં હાજર મહિલાઓએ ભગવાન બારડને ન્યાય મળે તે માટે આ પત્ર લખ્યા હોવાનું સામે આવ્યું છે. 1 માર્ચના રોજ સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને 1995 ના ખનીજ ચોરીના કેસમાં 2 વર્ષ 9 માસની સજા ફટકારી હતી. લગભગ 25 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે ભગવાન બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]