VVIP હૅલીકોપ્ટર કૌભાંડમાં કોંગ્રેસી નેતાઓના નામ? ચોથી ચાર્જશીટમાં AP અને FAM જેવા કોડવર્ડનો ઉલ્લેખ

|

Apr 05, 2019 | 4:59 AM

પ્રિવેંશન ઓફ મની લોંડ્રિગ એક્ટ હેઠળ ઈડીએ કોર્ટમાં દાખલ કરેલી સપ્લિમેન્ટ ચાર્જશીટમાં  મોટા ખુલાસા કર્યા છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે કથિત મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલે APનો અર્થ અહેમદ પટેલ અને FAMનો અર્થ ફેમિલી કહ્યો છે. મિશેલના એક પત્ર અનુસાર, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ કેટલાક કદાવર નેતાઓના દબાણમાં હતાં.   અગસ્ટા વેસ્ટલેંડ વીવીઆઈપી હેલીકોપ્ટર કેસમાં ઈડીએ ગુરૂવારે […]

VVIP હૅલીકોપ્ટર કૌભાંડમાં કોંગ્રેસી નેતાઓના નામ? ચોથી ચાર્જશીટમાં AP અને FAM જેવા કોડવર્ડનો ઉલ્લેખ

Follow us on

પ્રિવેંશન ઓફ મની લોંડ્રિગ એક્ટ હેઠળ ઈડીએ કોર્ટમાં દાખલ કરેલી સપ્લિમેન્ટ ચાર્જશીટમાં  મોટા ખુલાસા કર્યા છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે કથિત મધ્યસ્થી ક્રિશ્ચિયન મિશેલે APનો અર્થ અહેમદ પટેલ અને FAMનો અર્થ ફેમિલી કહ્યો છે. મિશેલના એક પત્ર અનુસાર, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ કેટલાક કદાવર નેતાઓના દબાણમાં હતાં.

 

અગસ્ટા વેસ્ટલેંડ વીવીઆઈપી હેલીકોપ્ટર કેસમાં ઈડીએ ગુરૂવારે પટિયાલા હાઉસ સ્થિત સ્પેશ્યલ કોર્ટમાં સપ્લિમેન્ટસલ ચાર્જશીટ દાખલ કરી હતી. સપ્લિમેન્ટલ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, ‘જ્યારે એ ડીલ થઈ રહી હતી ત્યારે સંરક્ષણ અધિકારીઓ, મીડિયાકર્મીઓ અને સત્તાધારી પાર્ટીના કેટલાક રાજનેતાઓને લાંચનો એક ભાગ આપવામાં આવ્યો હતો.’

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ઈડીનું કહેવું છે કે, લાંચ મેળવવાવાળા લોકોમાં ઘણાં બધા સામેલ હતાં. જેમાં વાયુ સેનાના અધિકારી, સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓ સહિત તત્કાલીન સત્તાધિશ પાર્ટીના નેતાઓનો સમાવેશ થાય છે’

ઈડીએ સપ્લિમેન્ટલ ચાર્જશીટમાં 3 નવા નામ સામેલ કર્યા છે. જેમા ડેવિડ સિમ્સ અને મિશેલની કંપની ગ્લોબલ સર્વિસ લિમિટેડ અને ગ્લોબલ ટ્રેટિંગ લિમિટેડ પણ સામેલ છે. મિશેલે રુપિયા મેળવવા માટે આ કંપનીઓનો ઉપયોગ કર્યો હતો.

TV9 Gujarati

 

રિપોર્ટ પ્રમાણે, ચાર્જશીટમાં ‘ઇટાલિયન મહિલા પુત્ર’ની સાથે બેઠકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે ‘ભારતના પીએમ’ હશે. 3000 પાનાની સપ્લિમેન્ટલ ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે, હેલીકોપ્ટર કૌભાંડમાં 325 કરોડથી વધારેની લાંચ આરોપીઓમાં વેચાઈ છે. 3600 કરોડની આ ડીલમાં અંદાજે 12 ટકા રકમની લાંચ પેટે આપવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article