સત્સંગમાં પણ રાજકારણ : કથામાં સ્વામીએ કહ્યું, 2022માં દિલ્હીથી સાવરણો આવશે અને સફાઈ કરશે

|

Jul 21, 2021 | 12:00 PM

વિશ્વ વલ્લભ સ્વામીએ કથા અને પ્રવચનો દરમિયાન અગાઉ પણ વિવાદિત નિવેદનો કર્યા છે. અનુસુચિત સમાજ વિશે ટીપ્પણી કરતા તેમના વિરુદ્ધ ફરિયાદી પણ થિયા હતી અને તેમના પુતળા પણ બાળવામાં આવ્યા હતા.

SURAT : હવે સત્સંગ અને અધ્યાત્મની દુનિયામાં પર રાજકારણ (POLITICS)ની ચર્ચાઓ થઇ રહી છે. પોતાના વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા સ્વામીનારાયણ સંપ્રદાયના વિશ્વ વલ્લભ સ્વામી (VISHVA VALLABH SWAMI) એ હવે આધ્યાત્મ અને ધર્મના બદલે રાજકારણની કથા પણ શરૂ કરી હોય એવું લાગી રહ્યું છે.

એક કથામાં પ્રવચન સમયનો એમનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ કહે છે, ” 2022માં દિલ્હીથી સાવરણો આવશે અને ગુજરાતમાં સફાઈ કરશે, સાવરણો આવી રહ્યો છે તો સફાઈ તો કરશે, પણ કોની સફાઈ કરશે એ કાઈ કહેવાય નહીં”. વિશ્વ વલ્લભ સ્વામીના આ નિવેદનથી લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ ગેલમાં આવી ગયા છે અને તેમનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યાં છે.

વિશ્વ વલ્લભ સ્વામીએ કથા અને પ્રવચનો દરમિયાન અગાઉ પણ વિવાદિત નિવેદનો કર્યા છે. અનુસુચિત સમાજ વિશે ટીપ્પણી કરતા તેમના વિરુદ્ધ ફરિયાદી પણ થિયા હતી અને તેમના પુતળા પણ બાળવામાં આવ્યા હતા.

Next Video