
સિંધવ મીઠું નાખી સ્નાન કરો : જો તમારા ઘરે સિંધવ મીઠું હોય તો તમે ગરમ પાણીમાં તે નાંખીને તેમાં તમારા હાથ અને પગ બોળી શકો છો કે પછી તે પાણીથી સ્નાન કરી શકો છો. પાણીની ગરમીથી આ અંગો હૂંફાળા થશે અને સિંધવ મીઠું તમારા શરીરમાં મેગ્નેશિયમની ઉણપ દૂર કરશે.

આયર્ન અને વિટામિન B વાળો ખોરાક : લોહીમાં આયર્નની ઉણપને કારણે હાથ-પગ ઠંડા અને સુન્ન થઈ જાય છે. તેથી, તમારે તમારા આહારમાં આયર્ન સમૃદ્ધ ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે વિટામિન B2 અથવા 12 નું સેવન શરીરમાં લાલ રક્તકણોનું યોગ્ય ઉત્પાદન સુનિશ્ચિત કરશે. આમ કરવાથી પગની શરદીની સમસ્યા પણ દૂર થઈ જશે.

હીટિંગ પેડનો ઉપયોગ કરો : જો તમારા પગના તળિયા હંમેશા ઠંડા રહે છે, તો તેમને ગરમ કરવા માટે હીટિંગ પેડનો ઉપયોગ કરવો. રાત્રે સૂતા પહેલા પણ તમારા પગને હીટિંગ પેડથી ગરમ કરો.

આટલું કરવા છત્તા પણ તમારા હાથ-પગ ઠંડા જ રહેતા હોય તો ડોક્ટરને જરુર બતાવો