Yoga For Mental Health: તણાવ અને ચિંતાથી દૂર રહેવામાં મદદ કરશે આ યોગાસન

|

Oct 16, 2022 | 7:27 PM

Yogasana: તણાવ અને ચિંતા જેવી સમસ્યામાંથી બચવા માટે કેટલાક યોગાસન ફાયદાકારક સાબિત થાય છે. ચાલો જાણીએ તે યોગાસન વિશે.

1 / 5
આધુનિક સમયમાં વ્યસ્ત જીવન અને ખરાબ જીવનશૈલીના કારણે ઘણા લોકો તણાવ અને ચિંતા જેવી સમસ્યાનો સામનો કરે છે. આ સમસ્યામાંથી બચવા માટે કેટલાક યોગાસન ફાયદાકારક સાબિત થાય છે.ચાલો જાણીએ તે યોગાસન વિશે.

2 / 5
બાલાસન - આ આસન કરવા માટે યોગા મેટ પર બેસો અને આગળની તરફ નમો. હાથને પણ આગળની તરફ ફેલાવો. માથાને જમીન સાથે સ્પર્શ કરો. આ જ સ્થિતિમાં થોડા સમય માટે રહો.

3 / 5
સેતુ બંધાસન - આ આસન માટે યોગા મેટ પર પીઠના સહારે સૂઈ જાઓ. તમારી હથેળીઓને શરીરની બન્ને બાજુ નીચે તરફ રાખો. તમારા ઘુટણને વાળો અને ફોટોમાં બતાવેલી મુદ્રામાં રહો. થોડા સમય માટે આ જ સ્થિતિમાં રહો.

4 / 5
શવાસન - આ આસન ખુબ સરળ છે. તેના માટે યોગા મેટ પર ઉપરની તરફનું મોઢુ રાખીને સૂઈ જાઓ. પગ વચ્ચે થોડી જગ્યા રાખો. અને ફોટોમાં બતાવેલી મુદ્રામાં રહો.

5 / 5
ઉત્તાનાસન - આ આસનમાં પહેલા સીધા ઉભા રહો. ત્યારબાદ આગળની તરફ નમો, તમારા હાથને પાછળ લઈ જઈને પગને પાછળથી પકડો. આ તમામ આસન તમારા માનસિક સ્વાસ્થ્યની સમસ્યાને દૂર કરવામાં મદદ કરશે.

Next Photo Gallery