
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ વર્ષ 2021માં 25 ડિસેમ્બરના રોજ લોન્ચ થયુ હતુ. પણ તે વર્ષ 2022માં તેના સાચા સ્થાન પર અવકાશમાં પહોંચ્યુ હતુ. 40 દિવસ પછી આ ટેલિસ્કોપ દ્વારા એવા એવા ફોટો મોકલવામાં આવ્યા જેને જોઈને દુનિયા દંગ રહી ગઈ હતી.

ધરતીને મોટા ઉલ્કાપિંડથી બચાવવા માટે ડાર્ટ મિશન કરવામાં આવ્યુ હતુ. જેની મદદથી જાણવા મળ્યુ કે સ્પેસક્રાફ્ટ સાથે ઉલ્કાપિંડની ટક્કર કરાવીને ઉલ્કાપિંડની દિશા બદલી શકાય છે અથવા તો તેનો નાશ કરી શકાય છે.

નાશા એ 50 વર્ષ બાદ ચંદ્ર માટે મૂન મિશન શરુ કર્યુ છે. ઘણા પ્રયાસો બાદ Artemis-1ને લોન્ચ કરવામાં સફળતા મળી હતી. આ મિશન સફળ રહ્યપ છે. સ્પેસક્રાફ્ટ પોતાનું કામ કરીને પાછુ આવ્યુ છે. જેથી ભવિષ્યમાં Artemis-3માં માણસો બેસીને ચંદ્ર પર જઈ શકશે.

ઈસરોના મંગળયાન મિશનનો અંત થયો છે . જે મિશન ફક્ત 6 મહિના માટે હતુ તે 8 વર્ષ 8 દિવસ સુધી ચાલ્યુ. અવકાશમાં મંગળયાનનું ઈંધણ અને બેટરી ખતમ થઈ ગઈ હતી. તેણે મંગળ ગ્રહ અંગેની વધારેની માહિતી મેળવવામાં ખુબ મદદ કરી હતી.

ન્યૂરોડેવલપમેન્ટલ ડિસઓર્ડરને વધારે ઉડાઈથી સમજવા અને માનસિક વિકારોની સારવારની શોધ પાસે માણસના મગજના બ્રેન સેલ્સને ઉંદરના મગજમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ શોધ માવન મગજને સમજવામાં વધારે મદદ રુપ થશે.

ભારતના પડોશી દેશ ચીને અવકાશમાં સ્પેસ સ્ટેશન બનાવ્યુ છે જ્યાં તેના અવકાશીયાત્રીઓ રહી શકશે.

આ વર્ષે અવકાશગંગાની વચ્ચે એક બ્લેક હોલની શોધ જઈ છે. તેને સૈગિટેરિયસ એ નામ આપવામાં આવ્યુ છે. તે ધરતીથી 27 હજાર પ્રકાશવર્ષ દૂર છે. અને તેમાં 43 લાખ સૂરજનો સમાવેશ કરી શકાય એટલી વિશાળ છે.
Published On - 1:00 pm, Fri, 23 December 22