
અત્યાર સુધી, આ મોડ્યુલ તૈયાર કરવા માટે કોઈ ખર્ચ અને બજેટની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જાણવા મળ્યું છે કે આ મોડ્યુલ થર્ડ પાર્ટીને મૂવીઝ અને ટીવી શોના શૂટિંગ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. (Image-નાસા)

યુએસ સ્પેસ એજન્સી NASA એ 2030 સુધી વૃદ્ધ ISS માટે ફન્ડિંગ શરૂ રાખવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. રશિયાએ નવા પ્રયોગશાળા મોડ્યુલના લોન્ચ સાથે તેની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ISS સિવાય પણ ઘણા સ્પેસ સ્ટેશન અવકાશમાં જોવા મળશે. (Image-નાસા)

SEE કહે છે કે તેમનું મોડ્યુલ કલાકારો, નિર્માતાઓ અને ક્રિએટિવ્સને સ્પેસ સ્ટેશનના વાતાવરણમાં રેકોર્ડ અને Live Stream કરવાની મંજૂરી આપશે. આ સિવાય અહીં ફિલ્મોનું શૂટિંગ, ટેલિવિઝન શો, મ્યુઝિક આલ્બમ અને સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું પણ આયોજન થઈ શકશે છે.(Image-નાસા)