બનાસકાંઠામાં મળ્યુ વિશ્વ ઉમિયાધામનું મહાસંમેલન, 10 હજારથી વધુ મા ઉમિયાના ભક્તો થયા સામેલ- જુઓ તસવીરો

|

Mar 17, 2024 | 6:49 PM

બનાસકાંઠામાં વિશ્વ ઉમિયાધામનું મહાસંમેલન યોજાયુ હતુ. જેમા 10 હજારથી વધુ લોકોનું માનવ મહેરામણ ઉમટ્યુ હતુ. બનાસકાંઠા જિલ્લા સંગઠન દ્વારા ભવ્ય મહાસંમેલનનું રવિવારે આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી.

1 / 5
આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતના અભિયાનમાં સનાતન ધર્મની વિચારધારાને ઉજાગર કરવામાં સર્વ સમાજના દરેક પરિવારો સહભાગી બની શકે તે અંતર્ગત જગતજનની મા ઉમિયાના દિવ્યરથનું પરિભ્રમણ એપ્રિલ - મે માસમાં બનાસકાંઠા જીલ્લાના દરેક ગામ તાલુકા સ્તરે આયોજિત થવાનું છે, જે અંતર્ગત પાલનપુરમાં વિશ્વ ઉમિયાધામનું મહાસંમેલન યોજાયુ હતુ. જેમા 10 હજારથી વધુ ઉમટ્યા હતા.

2 / 5
દિવ્ય રથ પરિભ્રમણના આયોજન પહેલા જાગૃતિ અભિયાનના ભાગરૂપે બનાસકાંઠામાં વિવિધ સંસ્થાઓ અને સમાજના સહયોગથી બનાસકાંઠા જિલ્લામાં VUF - બનાસકાંઠા જીલ્લા સંગઠન દ્વારા ભવ્ય “મહાસંમેલન" નું આયોજન કરવામાં આવ્યુ હતુ.

3 / 5
આ મહાસંમેલનમા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ અને વિશ્વઉમિયાધામના પ્રણેતા  પ્રમુખ આર.પી.પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ  10 હજારથી વધુ માઈભક્તો અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી હતી.

4 / 5
આ કાર્યક્રમમાં લોકસભા ચૂંટણી અંગે પૂછાતા પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યુ હતુ કે લોકસભા ચૂંટણીમાં જે રાજકીય પાર્ટી સનાતન ધર્મની સાથે છે. વિશ્વઉમિયાધામ અને પાટીદારો તેની સાથે છે. ન માત્ર પાટીદારો પરંતુ સમસ્ત સમાજ એ પાર્ટીની સાથે હશે જેઓ સનાતન સાથે જોડાયેલા હશે. તેમણે જણાવ્યું કે મંદિરો ભજન-કીર્તનની સાથે આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્રચેતનાના કેન્દ્રો બને તેવો પ્રયત્ન કરી રહ્યા છીએ.

5 / 5
પત્રકારો સાથેની વાતચીતમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વઉમિયાધામએ ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા છે. અહીં  એક હજાર કરોડના ખર્ચે મા ઉમિયાનું વિશ્વનું સૌથી ઊચું મંદિર બની રહ્યું છે તે આપણા ગૌરવની વાત છે. સાથે જ અનેક સેવાકીય કાર્યો ચાલી રહ્યા છે તે પણ મહત્વ પૂર્ણ છે.

Next Photo Gallery