Gujarati News Photo gallery World lion day the lioness has the responsibility to hunt for the group but cant eat it first find out the reason
World Lion Day: ઝૂંડ માટે શિકાર કરવાની જવાબદારી સિંહણની હોય છે, પરંતુ તે પહેલા ખાઈ નથી શક્તિ, જાણો કારણ
સિંહ (Lion) હંમેશા ઝૂંડમાં રહે છે અને પોતાના સામાજીક વ્યવહારના કારણે ઘણા બધા સિંહો સાથે રહેવાનું પસંદ કરે છે. સિંહના ઝૂંડને પ્રાઈડ કહેવામાં આવે છે. એક પ્રાઈડમાં લગભગ 15 સિંહો હોય છે અને તે એક પરિવારની જેમ જ જોવા મળે છે.
1 / 9
સિંહ (Lion) હંમેશા ઝૂંડમાં રહે છે અને પોતાના સામાજીક વ્યવહારના કારણે ઘણા બધા સિંહો સાથે રહેવાનું પસંદ કરે છે. સિંહના ઝૂંડને પ્રાઈડ કહેવામાં આવે છે. એક પ્રાઈડમાં લગભગ 15 સિંહો હોય છે અને તે એક પરિવારની જેમ જ જોવા મળે છે.
2 / 9
સિંહોના દરેક ઝૂંડમાં એક નવો સિંહ ઝૂંડની કમાન સંભાળે છે અને સિંહણ આ સમૂહ માટે શિકાર કરવા નીકળે છે. જ્યાં સિંહની જવાબદારી પ્રાઈડના સન્માનની રક્ષા કરવાની હોય છે, ત્યાં સિંહણ આખા ઝૂંડ માટે શિકાર કરવાની જવાબદારી નિભાવે છે.
3 / 9
તમને જાણીને આશ્ચર્ય થશે કે સિંહણ પોતાના પ્રાઈડ માટે શિકાર કરતી હોવા છતાં ખાવાનો પહેલો અધિકાર તેના મુખ્યાનો હોય છે. જે પ્રાઈડને લીડ કરે છે.
4 / 9
એક સમય એવો હતો કે જ્યારે સિંહ સમગ્ર આફ્રિકા, એશિયા અને યુરોપમાં રહેતા હતા. પરંતુ હવે ગુજરાતના સાસણ-ગીર નેશનલ પાર્કમાં દુનિયાના બાકી બચેલા સિંહો જોવા મળે છે. આ પાર્કને સિંહોના સંરક્ષણ માટે જ બનાવવામાં આવ્યુ છે. વર્તમાન સમયમાં અહીં 350થી 400 સિંહ રહે છે.
5 / 9
સિંહની ગર્જના 8 કિલોમીટર દૂર સુધી સંભળાય છે. એક સિંહ 50 મીલની ઝડપથી દોડી શકે છે અને 36 ફૂટ સુધીની છલાંગ મારી શકે છે.
6 / 9
વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફેડરેશનના જણાવ્યા પ્રમાણે સિંહના જંગલનો રાજા કહે છે કારણ કે શરૂઆતમાં તે આફ્રિકા અને જંગલોમાં ફરતા હતા.
7 / 9
સિંહ કેટલો વૃદ્ધ છે તેનો અંદાજો તેની દાઢી જોઈને લગાવી શકાય છે. કહેવાય છે કે સિંહની દાઢી જેટલી લાંબી હોય છે, તેની ઉંમર તેટલી વધુ હોય છે.
8 / 9
તમને જાણીને નવાઈ લાગશે કે સિંહ જ્યારે ચાલે છે, ત્યારે તેની એડી જમીનને ટચ નથી કરતી.
9 / 9
સિંહ એક દિવસમાં 20 કલાક સુઈ શકે છે અને તેને સૌથી આળસુ પ્રાણી માનવામાં આવે છે.