
ક્રિએટિનનું નું સ્તર કેમ વધે છે?-આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, પુરૂષો માટે 0.7 થી 1.3 mg/dL અને સ્ત્રીઓ માટે 0.6 થી 1.1 mg/dL ક્રિએટિનાઇનનું સ્તર સામાન્ય માનવામાં આવે છે. જો તે વધે તો માત્ર કિડની સંબંધિત સમસ્યાઓ જ નહીં, પરંતુ તે શરીરના અન્ય ભાગો માટે પણ સમસ્યાઓમાં વધારો કરી શકે છે.

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, આહારમાં ગડબડી, માંસનું વધુ પડતું સેવન, એન્ટિબાયોટિક્સ સહિતની અમુક પ્રકારની દવાઓ અને નોન-સ્ટીરોઈડલ એન્ટિ-ઈન્ફ્લેમેટરી દવાઓ કિડનીના રોગોનું જોખમ વધારી શકે છે. બધા લોકોને ક્રિએટિનના સ્તરને નિયંત્રણમાં રાખવાની સલાહ આપવામાં આવે છે.

સપ્લીમેન્ટ્સનું સેવન કરવામાં સાવચેત રહો- અભ્યાસોએ દર્શાવ્યું છે કે અમુક પ્રકારના સપ્લિમેન્ટ્સ પણ ક્રિએટિનાઇનનું સ્તર વધારી શકે છે. તેથી જ તબીબી સલાહ વિના કોઈપણ સપ્લીમેન્ટ્સનું સેવન ટાળવું જોઈએ. સામાન્ય રીતે એથ્લેટ્સ અને બોડી-બિલ્ડરો દ્વારા લેવામાં આવતી સપ્લિમેન્ટ્સ ક્રિએટિનાઇનનું સ્તર વધારી શકે છે. ઉચ્ચ ક્રિએટિનાઇન સ્તર ધરાવતા લોકોએ એવા કોઈપણ ઉત્પાદનોને ટાળવું જોઈએ જેમાં ક્રિએટિનાઇનનું ઉચ્ચ સ્તર હોય.

રેડ મીટનું વધુ પડતું સેવન ટાળો- 2014ના અભ્યાસ મુજબ, રેડ મીટનો વધુ પડતો વપરાશ ક્રિએટિનાઇનના સ્તરમાં વધારો થવાનું જોખમ વધારી શકે છે.શરીરમાં ક્રિએટિનાઇનના સ્તરને નિયંત્રિત કરવા માટે, લાલ માંસ અને માછલીનું સેવન ઓછું કરવું જોઈએ. વનસ્પતિ પ્રોટીનના કેટલાક સ્ત્રોતો જેમ કે કઠોળ વગેરેનું વધુ પડતું સેવન પણ નુકસાન કારક છે, જે લોકો પહેલાથી જ કિડની સંબંધિત સમસ્યાઓ ધરાવે છે, તેમના શરીરમાં ક્રિએટિનાઇનના સ્તરને નિયંત્રણમાં રાખવું મહત્વપૂર્ણ છે.