
પક્ષીઓની શોખીન મેગીએ આ કબૂતરો માટે 17 સ્ટાઇલિશ ડ્રેસ બનાવ્યા છે.

ઉપરાંત આ કબૂતરો માટે તેણે એરકન્ડિશન્ડ બેડરૂમની વ્યવસ્થા પણ કરી છે. એટલું જ નહીં, જો તેમને બહાર ફરવા માટે તેમના માટે બાળકોની જેમ સ્ટ્રોલરની વ્યવસ્થા પણ છે.

તમને જણાવી દઈએ કે, સ્કાય અને મૂઝ નામના કબૂતર મેગીને રસ્તામાં મળી આવ્યા હતા. મેગીએ જણાવ્યુ હતુ કે, તે કબૂતરોને બાળકોની જેમ પ્રેમ કરે છે. આ કબૂતરોમાંથી એક કબૂતરની આંખ ખરાબ છે, મેગી તેને લઈને ખૂબ જ ચિંતિત છે.
Published On - 2:03 pm, Fri, 17 September 21