
શિયાળામાં રક્તવાહિનીઓ સંકુચિત થાય છે. આ કારણે રક્ત પરિભ્રમણ ધીમુ પડી જાય છે. તેની સીધી અસર હૃદય પર પડે છે. હૃદય સુધી લોહી અને ઓક્સિજન પહોંચવામાં ઘટાડો થાય છે, તેથી શિયાળામાં હૃદયને વધુ મહેનત કરવી પડે છે અને હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે.

ઠંડીને કારણે લોહીનું પરિભ્રમણ ધીમુ થઈ જાય છે, ત્વચા શુષ્ક થઈ જાય છે અને સ્નાયુઓ અકડાઈ જાય છે, તો તેની અસર શરીરના ઘણા ભાગો પર થાય છે. ઉદાહરણ તરીકે, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, અસ્થમાનો હુમલો, શુષ્કતાના કેસોમાં વધારો થાય છે. તેથી શિયાળાની ઋતુમાં પોતાની સંભાળ રાખો.