
અસિત મોદીએ કહ્યું સ્ત્રીઓ માટે લગ્ન પછીનું જીવન સરળ નથી હોતું પણ ઘણું બદલાઈ જાય છે. નાના બાળકો રાખવા સાથે શોમાં કામ કરવું અને ઘર સંભાળવું તેમના માટે મુશ્કેલ બની જાય છે. હજુ પણ હું હકારાત્મક છું. મને હજુ પણ આશા છે અને લાગે છે કે ભગવાન કંઈક ચમત્કાર કરશે અને દિશા શોમાં પરત ફરશે અને તે સારી વાત હશે. જો તે પાછા ન આવી શકે તો મારે બીજી દયા બેન લાવવી પડશે. આ રીતે અસિત મોદીએ કન્ફર્મ કર્યું છે કે દિશા વાકાણીનું શોમાં પરત ફરવુ મુશ્કેલ છે આથી તેમને બીજી દયા શોધવી પડશે

તમને જણાવી દઈએ કે, છેલ્લા ઘણા સમયથી લોકો દિશા વાકાણીના શોમાં પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા. દિશા વાકાણીએ લગ્ન કર્યા બાદ બ્રેક લીધો હતો, પરંતુ તે પછી તે પાછી આવી ગઈ હતી. તેની પ્રથમ પુત્રીને જન્મ આપ્યા પછી, અભિનેત્રી બ્રેક પર ગઈ હતી અને શોમાં પરત ફરી શકી નહોતી.

જે બાદ બીજી વખત પુત્રીની માતા બની, જેના પછી તેના પછી તેના શોમાં પાછા ફરવાની શક્યતાઓ પર રોક લગાવવામાં આવી. ઘણીવાર શોમાં એવા વળાંક આવે છે કે દિશા વાકાણી કમબેક કરી રહી છે, પરંતુ તે કમબેક કરી શકતી નથી અને દર્શકો નિરાશ જ થાય છે. હાલમાં, દિશા ફેમિલી સાથે સમય વિતાવી રહી છે અને લાઇમલાઇટથી દૂર રહે છે.