Mobile Data vs Wi-Fi : તમારા ફોનની બેટરી સૌથી વધુ સેમાં વપરાય છે? આ વાત કોઈ નહીં જણાવે

આજના સ્માર્ટફોન યુગમાં બેટરી લાઇફ ચિંતાનો વિષય છે. Wi-Fi અને Mobile Dataમાંથી કયું કનેક્શન ફોનની બેટરી વધુ ઝડપથી ખતમ કરે છે?

| Updated on: Jun 19, 2026 | 9:16 PM
1 / 6
આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. કૉલિંગ અને મેસેજિંગથી આગળ વધીને હવે સોશિયલ મીડિયા, ઓનલાઈન પેમેન્ટ, વીડિયો કોલ, ગેમિંગ અને ઓફિસના કામ સહિતના અનેક કાર્યો માટે સ્માર્ટફોનનો ઉપયોગ થાય છે. આ તમામ સુવિધાઓ માટે ઈન્ટરનેટ જરૂરી છે, જે સામાન્ય રીતે Wi-Fi અથવા Mobile Data દ્વારા ઉપલબ્ધ થાય છે.

2 / 6
પરંતુ ઘણીવાર લોકોના મનમાં એક પ્રશ્ન ઊભો થાય છે કે Wi-Fi અને Mobile Dataમાંથી કયું કનેક્શન ફોનની બેટરી વધુ ઝડપથી ખતમ કરે છે? જો તમને પણ આ અંગે જાણવાની ઉત્સુકતા હોય, તો અહીં તેનો જવાબ આપવામાં આવ્યો છે.

3 / 6
મોટાભાગના કિસ્સાઓમાં Mobile Data નો ઉપયોગ Wi-Fiની સરખામણીએ વધુ બેટરી વાપરે છે. ખાસ કરીને 4G અને 5G નેટવર્ક પર ફોન સતત નજીકના મોબાઇલ ટાવર સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે. જો ટાવર દૂર હોય અથવા નેટવર્ક નબળું હોય, તો ફોન વધુ શક્તિનો ઉપયોગ કરીને સારો સિગ્નલ મેળવવાનો પ્રયાસ કરે છે. આ પ્રક્રિયાના કારણે બેટરી પર વધારાનો ભાર પડે છે અને ફોનનો ચાર્જ ઝડપથી ખતમ થવા લાગે છે. નેટવર્ક જેટલું નબળું હોય, એટલી જ વધુ બેટરીનો વપરાશ થાય છે.

4 / 6
Wi-Fi કનેક્શન સામાન્ય રીતે ઘર અથવા ઓફિસમાં લગાવેલા રાઉટર સાથે જોડાય છે, જે ફોનની નજીક હોય છે. નજીકના સિગ્નલને કારણે ફોનને કનેક્શન જાળવવા માટે ઓછી ઊર્જાની જરૂર પડે છે. આ કારણસર Wi-Fi પર ઈન્ટરનેટ વાપરવાથી Mobile Dataની તુલનામાં ઓછી બેટરી વપરાય છે અને ફોનનો ચાર્જ લાંબા સમય સુધી ટકી રહે છે.

5 / 6
જો તમે એવા વિસ્તારમાં હોવ જ્યાં મોબાઇલ નેટવર્ક નબળું હોય અને Mobile Data ચાલુ રાખ્યું હોય, તો ફોન સતત વધુ સારો સિગ્નલ શોધવાનો પ્રયાસ કરતો રહે છે. આ સતત ચાલતી પ્રક્રિયા બેટરી પર વધારાનો ભાર મૂકે છે, જેના કારણે ચાર્જ ઝડપથી ઘટે છે. ખાસ કરીને મુસાફરી દરમિયાન અથવા નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં બેટરી વધુ ઝડપથી ખતમ થતી જોવા મળે છે.

6 / 6
બેટરી બચાવવા માટે અપનાવો આ સરળ ટિપ્સની વાત કરવામાં આવે તો. શક્ય હોય ત્યાં સુધી Mobile Dataની જગ્યાએ Wi-Fi નો ઉપયોગ કરો. નેટવર્ક નબળું હોય ત્યારે Mobile Data બંધ રાખો. મુસાફરી દરમિયાન જરૂર ન હોય તો Mobile Data ઓફ રાખો. ફોનનું સોફ્ટવેર અને એપ્સ નિયમિત રીતે અપડેટ કરતા રહો. બેકગ્રાઉન્ડમાં ચાલતી બિનજરૂરી એપ્સ બંધ રાખો. સ્ક્રીનની બ્રાઈટનેસ જરૂર મુજબ જ રાખો.

Follow Us