
મહિલા પોતાના માટે બચતની થોડી રકમ જ ખર્ચે છે અને બાકીની રકમ બેંકમાં જમા કરે છે. જેનો ઉપયોગ મંદિરો અને ધર્માદા કાર્યોમાં દાન માટે થાય છે. રાજરાજેશ્વરી મંદિરની સામે વાર્ષિક ઉત્સવ દરમિયાન મહિલાએ એક મહિનામાં ભિક્ષા માંગીને એક લાખ રૂપિયા જમા કરાવ્યા અને મંદિરને દાનમાં આપ્યા.

મહિલાએ શુક્રવારે આ રકમ મંદિરના ટ્રસ્ટીને 'અન્નદાન' માટે સોંપી હતી. અશ્વથમ્માએ કહ્યું કે, તેને લોકો પાસેથી મળેલા પૈસા સમાજને પરત કરવામાં આવી રહ્યા છે. કારણ કે તે નથી ઈચ્છતી કે કોઈ ભૂખ્યું રહે. જણાવી દઈએ કે, ભગવાન અયપ્પાના ભક્ત અશ્વથમ્માએ પણ કેરળના સબરીમાલા અને કર્ણાટકના અન્ય મંદિરોમાં અનાજનું દાન કર્યું છે. તે દક્ષિણ કન્નડ અને ઉડુપી જિલ્લાઓમાં અનાથાશ્રમોમાં પણ ઉદારતાથી દાન આપે છે.