3થી 4 વર્ષ જૂનો સ્માર્ટફોન હેંગ થાય છે? નવો ખરીદવાની જરૂર નથી, પહેલાં કરો આટલું કામ

સ્માર્ટફોન 3-4 વર્ષ જૂનો થયા પછી તેની સ્પીડ ધીમી પડવા પાછળ અનેક કારણો હોઈ શકે છે. વધતી જતી એપ્સ, ફુલ સ્ટોરેજ, નબળી બેટરી અને બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ ફોનની સ્પીડ પર અસર કરે છે. જાણો ફોનને ફરીથી ઝડપી બનાવવાની રીતો.

| Updated on: Nov 13, 2026 | 10:05 AM
1 / 9
ફોન ખરીદ્યા પછી આપણે તેમાં ફોટા, વીડિયો અને એપ્સ ડાઉનલોડ કરતા રહીએ છે. ક્યારેક લગ્નના હજારો ફોટા તો ક્યારેક મિત્રો દ્વારા મોકલવામાં આવેલા વીડિયો અને વોટ્સએપ ચેટ્સ. ધીમે ધીમે ફોનની સ્ટોરેજ ભરાવા લાગે છે અને આપણને તેની જાણ પણ થતી નથી. (Image Source | iStock)

2 / 9
શરૂઆતમાં ફોનમાં ઘણી જગ્યા હોય છે. તેથી તમામ કામ સરળતાથી ચાલે છે. પરંતુ જ્યારે સ્ટોરેજ લગભગ ભરાઈ જાય છે, ત્યારે ફોન પાસે નવો ડેટા સેવ કરવા અને જરૂરી કામ કરવા માટે ઓછી જગ્યા બચે છે. તેથી તેની અસર એપ્સ ખોલવા પર અને ફોનના સામાન્ય ઉપયોગ પર પણ પડી શકે છે. તેથી જો તમારો ફોન વારંવાર હેંગ થતો હોય, તો સૌથી પહેલાં તેની સ્ટોરેજ જરૂર ચેક કરો. (Image Source | iStock)

3 / 9
જે બેટરીના આધારે તમારો ફોન આખો દિવસ સરળતાથી ચાલતો હતો, તે જ બેટરી થોડાં વર્ષો પછી ઝડપથી ખતમ થવા લાગે છે. તેની પાછળનું કારણ વારંવાર ચાર્જ અને ડિસ્ચાર્જ થવાની પ્રક્રિયા છે. સમય જતાં તેના કારણે બેટરીની ક્ષમતા ઘટતી જાય છે. હવે સમસ્યા માત્ર એટલી જ નથી કે ફોનની બેટરી ઝડપથી ખતમ થાય છે. કેટલાક સ્માર્ટફોનમાં બેટરી નબળી પડતાં પ્રોસેસરની સ્પીડ પણ ઓછી થઈ શકે છે. આવું એટલા માટે કરવામાં આવે છે જેથી ફોન અચાનક બંધ ન થઈ જાય. એટલે કે જો તમારો જૂનો ફોન પહેલાંની સરખામણીએ ધીમો થઈ ગયો હોય અને તેની બેટરી પણ ઝડપથી ખતમ થતી હોય, તો તેની તપાસ કરાવવી ફાયદાકારક સાબિત થઈ શકે છે. (Image Source | iStock)

4 / 9
શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે સતત ગેમ રમ્યા પછી અથવા વીડિયો રેકોર્ડ કર્યા પછી તમારો ફોન ખૂબ ગરમ થઈ જાય છે? ઘણી વખત ચાર્જિંગ દરમિયાન પણ આવું થાય છે. હકીકતમાં, ફોનની અંદર એક ખાસ સિસ્ટમ હોય છે. જે તાપમાન ખૂબ વધી જાય ત્યારે પ્રોસેસરની સ્પીડ ઘટાડી દે છે. આ પ્રક્રિયાને થર્મલ થ્રોટલિંગ (Thermal Throttling) કહેવામાં આવે છે. ફોનને વધુ પડતો ગરમ થતો અટકાવવા માટે આવું કરવામાં આવે છે. પરંતુ જ્યારે પ્રોસેસર તેની સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી શકતું નથી, ત્યારે એપ્સ ખોલવામાં સમય લાગે છે અને ગેમ રમતી વખતે પણ અડચણો આવવા લાગે છે. જો તમારો ફોન વારંવાર ગરમ થતો હોય, તો તેને થોડો સમય આરામ આપવો જરૂરી છે. (Image Source | iStock)

5 / 9
ફોનમાં અપડેટ આવે ત્યારે આપણે ઘણીવાર વિચાર્યા વગર તેને ડાઉનલોડ કરે છે.  પરંતુ દરેક નવું અપડેટ જૂના ફોન માટે ફાયદાકારક જ હોય એવું જરૂરી નથી. સમયની સાથે ઓપરેટિંગ સિસ્ટમમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે. તેને ચલાવવા માટે વધુ રેમ અને પ્રોસેસર પાવરની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં જૂના હાર્ડવેર ધરાવતો ફોન પહેલાં જેવી ઝડપ બતાવી શકતો નથી. જોકે, તેનો અર્થ એ નથી કે દરેક અપડેટ ફોનને ધીમો કરી દે છે. ઘણા અપડેટ્સ જૂની ખામીઓ (Bugs) દૂર કરીને ફોનની સ્પીડ અને પરફોર્મન્સને વધુ સારું પણ બનાવે છે. (Image Source | iStock)

6 / 9
આપણે ઘણીવાર એવું વિચારે છે કે ફોનની સ્ટોરેજમાં માત્ર ફોટા અને વીડિયો જ સેવ થાય છે. પરંતુ તેનું કામ આનાથી ઘણું વધારે છે. જ્યારે પણ તમે કોઈ એપ ખોલો છો, ફોટો પાડો છો અથવા ફાઇલ ડાઉનલોડ કરો છો, ત્યારે ફોનની ઇન્ટરનલ સ્ટોરેજમાં ડેટા સેવ અને ડિલીટ થતો રહે છે. વર્ષો સુધી સતત ઉપયોગ કરવાથી તેની કામગીરી પર પણ અસર થઈ શકે છે. જોકે, માત્ર 3-4 વર્ષ જૂનો થવાથી દરેક ફોનની સ્ટોરેજ ખરાબ થઈ જાય એવું નથી. પરંતુ જો સ્ટોરેજમાં કોઈ સમસ્યા ઊભી થાય, તો એપ્સ ખોલવામાં, ફાઇલો સેવ કરવામાં અને ફોનનાં અન્ય કામ કરવામાં વિલંબ થઈ શકે છે. (Image Source | iStock)

7 / 9
ફોનમાં ઘણી એપ્સ એવી હોય છે, જેનો આપણે સીધો ઉપયોગ ન કરતા હોઈએ છતાં બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે. આવી એપ્સ રેમ, પ્રોસેસર અને બેટરીનો ઉપયોગ કરતી રહે છે. પરિણામે ફોનની સ્પીડ ઘટી શકે છે અને બેટરી પણ ઝડપથી ખતમ થઈ શકે છે. તેથી જે એપ્સની જરૂર ન હોય તેને બંધ કરવી અથવા અનઇન્સ્ટોલ કરવી ફાયદાકારક બની શકે છે. (Image Source | iStock)

8 / 9
એકંદરે સ્માર્ટફોન 3થી 4 વર્ષ પછી ધીમો પડવા પાછળ કોઈ એક કારણ જવાબદાર હોતું નથી. નવી એપ્સની વધતી જરૂરિયાતો, ફોનની ભરાતી સ્ટોરેજ, નબળી પડતી બેટરી, બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સ અને સોફ્ટવેર અપડેટ જેવી અનેક બાબતો તેની સ્પીડ પર અસર કરે છે. તેથી આગલી વખતે જ્યારે તમારો ફોન અટકવા લાગે, ત્યારે તરત જ નવો ફોન ખરીદવાનું ન વિચારો. પહેલાં આ કારણોને સમજો અને જરૂરી ફેરફારો કરીને જુઓ. (Image Source | iStock)

9 / 9
નોંધ: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)

Follow Us
Loading...
Unable to load recommendations.