
સ્વાભાવિક વાત છે કે, ઓફિસથી લઈને બજાર વગેરે જેવી જગ્યાએ અવરજવર કરવા માટે આપણે વાહનનો ઉપયોગ કરીએ છીએ. બીજું કે, વાહન ચલાવતી વખતે આપણા મનમાં ઘણા અવનવા સવાલો આવતા રહે છે. એવામાં ક્યારેય વિચાર્યું કે, મોટાભાગના રસ્તા કાળા રંગના કેમ હોય છે?

આપણે રોજ સવારથી સાંજ સુધી ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અને જોઈએ છીએ. જો કે, ક્યારેય તેની પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરતા નથી અને જ્યારે કોઈ તેના વિશે કોઈ પ્રશ્ન પૂછે છે, ત્યારે આપણે મૂંઝવણમાં પડી જઈએ છીએ.

ઘણી વખત એવું પણ બને છે કે, આપણે કેટલીક વસ્તુઓ નિયમિતપણે જોઈએ છીએ પરંતુ તેના વિશે ક્યારેય આપણા મનમાં કોઈ પ્રશ્ન આવતો નથી. એવામાં વાત એમ છે કે, તમે દરરોજ રસ્તાઓ જુઓ છો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, તે કાળા રંગના કેમ હોય છે?

જો તમને ખબર ના હોય તો જણાવી દઈએ કે, મોટાભાગના રસ્તાઓ કોલતાર (Coal Tar) એટલે કે બિટુમેન (Bitumen) થી બને છે અને તે સ્વાભાવિક રીતે કાળો હોય છે, તેથી રસ્તાઓ કાળા રંગના હોય છે.

આ સિવાય બીજા મુખ્ય કારણો પર ધ્યાન દોરીએ તો, કાળો રંગ તડકાને વધુ આકર્ષે છે, જેનાથી રસ્તાઓ ઝડપથી સુકાઈ જાય છે. વરસાદની ઋતુમાં આ ખાસ કરીને ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

વધુમાં, રાત્રે કાળા રંગના રસ્તાઓ પર હેડલાઇટ વધુ સારી રીતે દેખાય છે. બીજું કે, બિટુમેન સસ્તું અને ટકાઉ હોય છે. ટૂંકમાં, બિટુમિનથી બનેલા રસ્તાઓ લાંબા સમય સુધી ટકી રહે છે.
Published On - 3:25 pm, Mon, 29 December 25