ભારત ચંદ્રયાન-3ની મદદથી ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શ કરનાર પહેલો દેશ બનવા જઈ રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે ચંદ્ર પર પહોંચીને લેન્ડર-રોવર ભારતના તિરંગા સાથે સેલ્ફી લઈને ઈસરોને મોકલશે. ઓગસ્ટના ચોથા સપ્તાહમાં ચંદ્રની સપાટી પર લેન્ડ કરશે.
ચંદ્રયાન-3ને 'ફેટ બોય' એલવીએમ-એમ4 રોકેટ પૃથ્વીની કક્ષામાં લઈ જશે. તે 43.5 મી. લાંબુ અને 6,40,000 કિલોનું વજન ધરાવે છે. તે ચંદ્રયાન-3ના રોવર-લેન્ડર અને ઓર્બિટરને પૃથ્વીની કક્ષાની બહાર સુધી પહોંચાડશે.
આખા વર્ષમાં જુલાઈના સમયે ચંદ્ર અને પૃથ્વી એકબીજાની સૌથી નજીક હોય છે. ચંદ્રયાન-2ને પણ 22 જુલાઈ, 2019માં લોન્ચ કરવામાં આવ્યુ હતુ.
ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં હમણા સુધી દુનિયાનો કોઈ દેશ પહોંચી શક્યો નથી. ભારત ત્યાં પહોંચનાર પહેલો દેશ બની શકે છે. પણ ચંદ્રના આ ભાગમાં લેન્ડિંગ કરવુ ઘણુ મુશ્કેલ છે. કારણ કે ત્યાં ખાડા વધારે છે.
ચંદ્રના વાતાવરણને કારણે ચંદ્રના ધ્રુવીય ક્ષેત્રથી માણસ અજ્ઞાત છે. ચંદ્રના દક્ષિણી ધ્રુવના ઊંડા ખાડાઓમાં બરફના અણુઓના સંકેત મળ્યા છે. ચંદ્રયાન-1થી ભારતને ચંદ્ર પર પાણી હોવાના સંકેત મળ્યા હતા. આ ક્ષેત્ર પર સૂર્યનો પ્રકાશ ઘણો ઓછો પહોંચે છે. તાપમાન ઓછું હોવાથી ત્યાં પાણી હોવાની સંભાવના પણ વધારે છે. ચંદ્ર પર પાણીની શોધથી ભવિષ્યના મોટા પ્રોજક્ટના રસ્તાઓ ખુલશે.
Published On - 9:32 am, Fri, 14 July 23