Photos: આઈસલેન્ડમાં એક પણ મચ્છર કેમ નથી મળતો, શું છે તેનું વિજ્ઞાન?

|

Dec 25, 2021 | 9:56 PM

વર્લ્ડ મોસ્કિટો પ્રોગ્રામના રિપોર્ટ અનુસાર દર વર્ષે 70 કરોડ લોકો મચ્છરોથી ફેલાતી બીમારીનો ભોગ બને છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં મચ્છર જોવા મળતા નથી. તે દેશનું નામ આઈસલેન્ડ છે. જાણો શા માટે આઈસલેન્ડમાં મચ્છર નથી મળતા.

1 / 5
વર્લ્ડ મોસ્કિટો પ્રોગ્રામના રિપોર્ટ અનુસાર, દર વર્ષે 70 કરોડ લોકો મચ્છરો દ્વારા ફેલાતી બીમારીનો ભોગ બને છે. જેમાંથી 10 લાખથી વધુ લોકોના મોત થાય છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં મચ્છર જોવા મળતા નથી. તે દેશનું નામ આઇસલેન્ડ છે. જાણો શા માટે આઇસલેન્ડમાં મચ્છર નથી મળતા.(Wired)

2 / 5
આઇસલેન્ડમાં મચ્છરોની ગેરહાજરીનું કારણ અહીંનું વાતાવરણ છે. વર્લ્ડ એટલાસ રિપોર્ટ કહે છે કે, અહીંની વસ્તી અન્ય દેશો કરતા ઓછી છે. આઈસલેન્ડમાં લગભગ 1300 પ્રકારના જીવો જોવા મળે છે, પરંતુ મચ્છર જોવા મળતા નથી. જ્યારે આઇસલેન્ડના પાડોશી દેશો ગ્રીનલેન્ડ, સ્કોટલેન્ડ અને ડેનમાર્કમાં મચ્છરો મોટી સંખ્યામાં જોવા મળે છે. (Britannica)

3 / 5
આઇસલેન્ડમાં મચ્છર કેમ નથી મળતા તેનું ચોક્કસ કારણ જાણીયે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મચ્છરોની ગેરહાજરીનું કારણ અહીંનું તાપમાન છે. આઇસલેન્ડનું તાપમાન માઈનસમાં જાય છે, પરિણામે અહીં પાણી થીજી જાય છે. આવી સ્થિતિમાં મચ્છરો માટે પ્રજનન કરવું મુશ્કેલ બની જાય છે, પરિણામે તેનો વિકાસ થતો નથી. (RD)

4 / 5
અહીંના લોકોનું કહેવું છે કે મચ્છરોને પ્રજનન માટે સ્થિર પાણીની જરૂર પડે છે. મચ્છરના ઇંડામાંથી બનેલા લાર્વાને ખાસ તાપમાનની જરૂર હોય છે, તે પછી જ તેઓ મચ્છરમાં ફેરવાઈ શકે છે. પરંતુ અહીંનું તાપમાન એવું છે કે મચ્છર ઉત્પત્તિ પામી શકતા નથી. (Entomology)

5 / 5
આ સ્થળના ઈતિહાસમાં એકવાર મચ્છર જોવા મળ્યા હતા. 1980માં, આઇસલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ગિસ્લી મારે એક મચ્છરને પકડ્યો. એ મચ્છર બરણીમાં કેદ હતો. આ બરણી આઈસલેન્ડિક ઈન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ હિસ્ટ્રીમાં રાખવામાં આવી છે. (Business Insider)

Next Photo Gallery