
આ ટ્રેન્ડ શરૂ થયા પછી, 1980માં એક મોટો ફેરફાર આવ્યો. જ્યારે ટેબલેટના બહારના ભાગમાં આવું લેયર બનાવવામાં આવ્યું. જેથી શીશીમાં રાખવામાં આવે ત્યારે તે તૂટી ન જાય. વિશ્વની ઘણી મોટી કંપનીઓએ 1999માં આ કરવાનું બંધ કરી દીધું હતું. જો કે સ્થાનિક ફાર્મસીઓએ આલ્કોહોલનો ઉપયોગ ન કરતી હોમિયોપેથિક દવાઓ માટે રૂનો ઉપયોગ કરવાનું ચાલુ રાખ્યું હતું.

ઘણા સમયથી આ જોઈને દર્દીઓને દવાની ખાસ કાળજી લેવાની આદત પડી ગઈ હતી. એટલા માટે દર્દીઓએ પોતાની સાથે આવું જ કરવાનું શરૂ કર્યું. આ જ કારણ હતું કે, ઘણી કંપનીઓએ કપાસને શીશીમાં રાખવાની પ્રથાને પુનર્જીવિત કરી. જે ખાસ કરીને હોમિયોપેથિક દવાઓના કિસ્સામાં આજે પણ ચાલુ છે.