
ઘડિયાળ દૂર કરીને, હોટલ મેનેજમેન્ટ ઇચ્છે છે કે મહેમાનો ટાઈમ ફ્રી અનુભવે, જેથી તેઓ સૂવા, નાસ્તો કરવા અથવા અન્ય પ્રવૃત્તિઓ માટે કોઈ જ પ્રકારની જલ્દી ન કરે. હોટલ મેનેજમેન્ટ ઇચ્છે છે કે, તમે જાગો અને તમારા દિવસની શરૂઆત તમારી પોતાની ગતિએ જ કરો.

ઘરે આપણે અવારનવાર ઘડિયાળના એલાર્મના અવાજ સાથે ઊઠીએ છીએ. હોટલ એક એવું વાતાવરણ આપવા માંગે છે કે, જ્યાં મહેમાનો ઘડિયાળ તરફ જોયા વગર આરામ કરી શકે. સમયનો દબાવ ન રહે અને પ્રવાસનો પૂરેપૂરો લાભ ઉઠાવે.

જ્યારે મહેમાનોને સમયની ખબર હોતી નથી, ત્યારે તેઓ રૂમ સર્વિસ, સ્પા, બાર અથવા રેસ્ટોરન્ટ જેવી હોટલ સુવિધાઓમાં વધુ સમય વિતાવે છે અને સ્વાભાવિક રીતે વધુ ખર્ચ કરે છે. ઘડિયાળ વિના, તેઓ વહેલા ચેક આઉટ કરવાનું પણ વિચારતા નથી. સમયની ખબર ન હોવાથી, મહેમાનો ઘણીવાર લાંબા સમય સુધી હોટલ સર્વિસનો ઉપયોગ કરે છે, જેના કારણે તેમનું બિલ વધે છે.

બીજું કે, આજના ડિજિટલ યુગમાં લગભગ દરેક વ્યક્તિ પાસે પોતાનો મોબાઇલ ફોન, સ્માર્ટવોચ અથવા અન્ય ગેજેટ હોય છે, જેના થકી તેઓ શું સમય થયો છે તે ચકાસી શકે છે. આથી, હોટલના રૂમમાં અલગથી ઘડિયાળ રાખવાની જરૂરિયાત ઓછી થઈ ગઈ છે. જણાવી દઈએ કે, મહેમાનોને જગાડવા માટે હોટલોમાં વેક-અપ કોલ સર્વિસ ઉપલબ્ધ હોય છે.

ઘડિયાળ મૂકવાથી રૂમમાં બિનજરૂરી વસ્તુઓ ઉમેરાય છે, જેને વારંવાર સાફ કરવાની અથવા બદલવાની જરૂર પડે છે. દરેક રૂમમાં ઘડિયાળ લગાવવી અને તેની જાળવણી કરવી એ હોટલ માટે વધારાનો ખર્ચ છે.
Published On - 7:13 pm, Mon, 23 June 25