ટ્રકની પાછળ ‘Horn, OK, Please’ કેમ લખાય છે? આ રહસ્ય જાણીને ચોંકી જશો!

ભારતના હાઈવે પર દોડતા લાખો ટ્રકની પાછળ લખાયેલા 'Horn, OK, Please' પાછળ માત્ર અકસ્માત રોકવાનો દાવો કરાય છે, પણ સત્ય કંઈક અલગ જ છે. કેરોસીનનો ખતરનાક ખેલ અને ટાટા કંપનીની રહસ્યમય બ્રાન્ડિંગ... શું આ વાક્ય પાછળ કોઈ મોટી વાત છુપાવવામાં આવી રહી છે?

| Updated on: Jun 01, 2026 | 2:28 PM
1 / 5
તમે ભારતના કોઈપણ ખૂણામાં જાઓ, હાઈવે પર દોડતા ટ્રકની પાછળ રંગબેરંગી અક્ષરોમાં લખેલું 'Horn, OK, Please' ચોક્કસ જોવા મળશે. આજે આ વાક્ય ભારતીય ટ્રક આર્ટ અને સંસ્કૃતિનો એક  હિસ્સો બની ગયું છે. દાયકાઓથી ચાલી આવતી આ પરંપરા પાછળ માત્ર સ્ટાઈલ નથી, પરંતુ તેની પાછળ કેટલાંક એવા રહસ્યો અને રસપ્રદ કિસ્સાઓ છુપાયેલા છે, જે બહુ ઓછા લોકો જાણે છે.

2 / 5
આ વાક્ય પાછળનો સૌથી પ્રચલિત સિદ્ધાંત બીજા વિશ્વયુદ્ધ (World War II) સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે તે સમયે યુદ્ધના કારણે ડીઝલની ભારે તંગી હતી, જેના લીધે મિલિટરી ટ્રકોમાં કેરોસીન (મિશ્રિત બળતણ) વાપરવામાં આવતું હતું. કેરોસીન ખૂબ જ જ્વલનશીલ હોવાથી આ ટ્રકોમાં આગ લાગવાનું જોખમ બહુ વધારે રહેતું. આથી અકસ્માત નિવારવા માટે વાહનોની પાછળ ચેતવણી રૂપે 'Horn Please, On Kerosene' લખવામાં આવતું હતું, જેથી પાછળનું વાહન અંતર રાખે અને હોર્ન વગાડીને જ ઓવરટેક કરે.

3 / 5
સમય બદલાયો અને યુદ્ધ પૂરું થયું, પરંતુ ટ્રક ડ્રાઇવરોની આ આદત ન બદલાઈ. લોકવાયકા મુજબ, સમય જતાં 'On Kerosene' શબ્દ ટૂંકો થતો ગયો. 'On' નો 'O' અને 'Kerosene' નો 'K' મળીને 'OK' બની ગયો. આમ, અકસ્માતો રોકવા માટે શરૂ થયેલી એક લશ્કરી ચેતવણી કાયમ માટે 'Horn OK Please' માં પરિવર્તિત થઈ ગઈ અને દેશભરના હાઈવેની ઓળખ બની ગઈ.

4 / 5
બીજો એક રસપ્રદ સિદ્ધાંત પ્રખ્યાત બિઝનેસ ગ્રુપ 'ટાટા' (Tata) સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે ભૂતકાળમાં ટાટા ઓઇલ મિલ્સ (TOMCO) દ્વારા 'OK' નામનો એક લોકપ્રિય વોશિંગ પાવડર (ડિટર્જન્ટ સાબુ) લોન્ચ કરવામાં આવ્યો હતો. તે જમાનામાં ટાટા કંપની દેશમાં સૌથી વધુ ટ્રક પણ બનાવતી હતી. આથી, પોતાના નવા ડિટર્જન્ટ બ્રાન્ડના પ્રમોશન અને જાહેરાત માટે તેમણે ટ્રકની પાછળ 'Horn Please' ની વચ્ચે મોટો 'OK' શબ્દ લખવાનું શરૂ કરાવ્યું હતું, જે પાછળથી એક પરંપરા બની ગયું.

5 / 5
આ ઐતિહાસિક વાર્તાઓ ઉપરાંત, આ વાક્ય પાછળ એક સરળ ટ્રાફિક નિયમ પણ છુપાયેલો છે. પહેલાના જમાનામાં ટ્રકોમાં સાઇડ મિરર (અરીસા) નહોતા હોતા. આથી પાછળથી આવતા વાહનોને સાઇડ આપવા માટે હોર્ન વગાડવો જરૂરી હતો. વળી, 'OK' ને અલગ રાખવા પાછળનો તર્ક એ પણ હતો કે જ્યારે કોઈ વાહન હોર્ન વગાડે અને આગળનો ટ્રક ડ્રાઈવર સાઇડ આપે, ત્યારે જ પાછળના વાહને આગળ વધવું 'OK' (સલામત) ગણાશે.

Follow Us