થાઈલેન્ડમાં હાથીઓને આપવામાં આવે છે ભવ્ય મિજબાની, જાણો શું છે તેની પાછળનું કારણ ?

|

Mar 15, 2022 | 1:41 PM

છેલ્લા બે વર્ષથી કોરોના રોગચાળાને કારણે આ તહેવાર ઉજવવામાં આવ્યો નહોતો, પરંતુ આ વર્ષે સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

1 / 5
કોરોનાના નિયંત્રણો હટાવ્યા બાદ રવિવારે થાઈલેન્ડમાં હાથીઓને મિજબાની આપવામાં આવી હતી. અહીં 'ચાંગ થાઈ' દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હાથીઓને સમર્પિત આ ઉત્સવમાં તેઓને મિજબાની તરીકે ફળો અને શાકભાજી પીરસવામાં આવે છે. થાઈલેન્ડના ચોનબુરીમાં, 60 હાથીઓ માટે 8-મીટર પહોળા ટેબલ પર 2 ટન ફળો અને શાકભાજી મૂકવામાં આવ્યા હતા. આ તહેવાર દર વર્ષે રાષ્ટ્રીય હાથી દિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે.

2 / 5
જો કે આ તહેવાર આખા થાઈલેન્ડમાં ઉજવવામાં આવે છે, પરંતુ બે એવી જગ્યાઓ પણ છે જ્યાં હાથીઓને વિશેષ સન્માન આપવામાં આવે છે. પહેલું સુરીન અને બીજું ચોનબુરી પ્રાંત છે. રવિવારે ચોનબુરી પ્રાંતમાં 60 અને સુરીનમાં 300 હાથીઓ માટે મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

3 / 5
થાઈલેન્ડના લોકોનુ કહેવુ છે કે હાથી તેના દેશની ઓળખ અને ગૌરવ છે. ઉપરાંત પરિવહન અને ઘણા પ્રકારના મજૂરી કામમાં હાથીનો ઉપયોગ કરવામાં આવે છે.જેથી તેમના માનમાં આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. અહીંના ડેપ્યુટી ગવર્નરનું કહેવું છે કે આ ફેસ્ટિવલ લોકોને હાથીઓના સંરક્ષણ અંગે જાગૃત કરવાનું કામ કરે છે.

4 / 5
તમને જણાવી દઈએ કે,હાથીઓ થાઈલેન્ડના લોકોની  રોજગારીનો મહત્વનો ભાગ છે. એટલા માટે આ તહેવારનું વિશેષ મહત્વ છે. આ ફેસ્ટિવલ જોવા માટે માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશમાંથી પણ મોટી સંખ્યામાં પર્યટકો સુરીન અને ચોનબુરી પહોંચે છે.

5 / 5
છેલ્લા બે વર્ષથી કોરોના રોગચાળાને કારણે આ તહેવાર ઉજવવામાં આવ્યો નહોતો, પરંતુ આ વર્ષે સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ રહી છે.

Next Photo Gallery