ડુક્કરને હમેશા ગંદકીવાળી જગ્યા પર જ જોવામાં આવે છે. પણ રિપોર્ટ અનુસાર, તે વાસ્તવમાં સાફ પ્રાણી છે. તેઓ જે જગ્યા પર સૂએ છે તે જગ્યા પર શૌચ નથી કરતા. જે ભોજન પસંદ નથી આવતુ તે નથી જ ખાતા. તેઓ પોતાના નવજાત ડુક્કર બચ્ચા માટે પોતાના સૂવાની જગ્યાને છોડી દે છે.
ડુક્કરે પરસેવો નથી આવતો. ડુક્કરોને પરસેવાવાળી ગ્રંથિ વધારે નથી હોતી. તેથી તેઓ કાદવમાં સૂએ છે. તેઓ પોતાના શરીરને ઠંડુ રાખવા માટે પાણીમાં તરે છે. તેઓ સૂર્ય પ્રકાશથી બચવા માટે કાદવમાં રહે છે.
ડુક્કર દુનિયાનું 5મું સૌથી બુદ્ધિમાન પ્રાણી છે. તેમાં એક માનવ બાળક જેવી બુદ્ધિ હોય છે. તે કૂતરા કરતા પણ વધારે પ્રશિક્ષિત અને બુદ્ધિમાન હોય છે.
સૂતા સમયે ડુક્કર એકબીજાથી જોડાયેલા રહેવુ વધારે પસંદ કરે છે. તેથી તેઓ એકબીજાથી નજીક રહે છે.
માદા ડુક્કર પોતાના બચ્ચાને દૂધ પીવડાવતા સમયે ગીત ગાતા હોય છે. તેનાથી બચ્ચા દૂધ પીવા માતાની તરફ આવવાનો પ્રયાસ કરે છે અને દોડવાનું શીખે છે. ડુક્કરમાં 20થી વધારે અલગ અલગ સ્કીલ્સ હોય છે.