સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે તાજમહેલનો રંગ કેમ બદલાઈ જાય છે ? જાણો શું છે હકીકત
તાજમહેલમાં ઘણા રહસ્યો છે જે તેને અનોખો બનાવે છે. આવું જ એક રહસ્ય છે તાજમહેલનો બદલાતો રંગ. એવું કહેવાય છે કે તાજમહેલનો રંગ સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે બદલાઈ જાય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, રંગ બદલાવા પાછળ શું હકીકત છે.
1 / 6
તાજમહેલમાં ઘણા રહસ્યો છે જે તેને અનોખો બનાવે છે. આવું જ એક રહસ્ય છે તાજમહેલનો બદલાતો રંગ. એવું કહેવાય છે કે તાજમહેલનો રંગ સૂર્યોદય અને સૂર્યાસ્ત સાથે બદલાઈ જાય છે.
2 / 6
તાજમહેલનો મુખ્ય ભાગ સંગેમરમરનો બનેલો છે. સંગેમરમર એક પારદર્શક પથ્થર છે જે પ્રકાશને શોષી લે છે અને તેને પાછું પ્રતિબિંબિત કરે છે.
3 / 6
સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યપ્રકાશ સીધો તાજમહેલ પર પડે છે. આ સમયે સૂર્યપ્રકાશ ઓછો હોય છે અને તેમાં લાલ, નારંગી અને ગુલાબી રંગના કિરણો વધુ હોય છે.
4 / 6
સૂર્યપ્રકાશના આ કિરણો સંગેમરમર પર પડે છે અને તે વિવિધ રંગોમાં પ્રતિબિંબિત થાય છે. આ કિરણો સંગેમરમર સાથે અથડાઈને તાજમહેલને ગુલાબી, સોનેરી કે જાંબલી બનાવે છે.
5 / 6
તાજમહેલનો રંગ બદલાવો એ પણ અમુક અંશે જોનારની દ્રષ્ટિ પર આધાર રાખે છે. તાજમહેલનો રંગ અલગ-અલગ એંગલથી અલગ અલગ જોવા મળે છે. આ સિવાય વાતાવરણમાં રહેલી ધૂળ, ધુમાડો અને ભેજ પણ તાજમહેલના રંગને પ્રભાવિત કરે છે.
6 / 6
હકીકતમાં તાજમહેલનો રંગ બદલાય છે, પરંતુ તે કાયમી માટે બદલાતો નથી. તાજમહેલનો રંગ સૂર્યપ્રકાશની સ્થિતિ અનુસાર બદલાતો રહે છે. (Image - Pexels)