
જો લોહી જમા થઈ જાય છે તો પાયલટ બેભાન પણ થઈ શકે છે અને તેનો જીવ પણ જઈ શકે છે. આવી સ્થિતિમાં મગજમાં લોહીનો પ્રવાહ ચાલુ રહે છે. જી-શૂટના કારણે હૃદયમાંથી મગજ સુધી લોહીનો પ્રવાહ ચાલુ રહે છે. જી શૂટ બાદ ફાઈટર પાયલટ 9જી અને તતેનાથી વધારે માત્રાનું ગુરૂત્વાકર્ષણ બળ સહન કરી શકે છે. જી-શૂટ પગમાં નસોને નિયંત્રિત કરે છે.

એક સ્ટાન્ડર્ડ જી-શૂટનું વજન સામાન્ય રીતે 3થી 4 કિલોગ્રામ હોય છે. આઈએએફ પાયલટ મુજબ ઉચ્ચ સ્તર પર જી ફોર્સની જરૂરિયાત ખુબ હોય છે, કારણ કે ત્યારે તમે જેટનો પુરો ઉપયોગ કરીને દુશ્મનના ફાઈટર જેટને નષ્ટ કરી શકો છો. જી-સૂટમાં રહેલા ખિસ્સા પણ ફાઈટર પાઈલટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ખિસ્સામાં પાઈલોટ ઉડતી વખતે તેમની જરૂરી વસ્તુઓ જેમ કે મોજા, દસ્તાવેજો રાખી શકે છે.