કેમ ચાલુ ગાડીએ પાછળ દોડે છે કુતરા? કારણ જાણીને તમે પણ ચોંકી જશો! જાણો

શું તમે ક્યારેય વિચાર્યું છે કે શાંત બેઠેલા કુતરાઓ અચાનક તમારી સ્પીડમાં જતી ગાડી જોઈને કેમ દોડે છે? તે કોઈ આત્માનો સંકેત છે, તેમની કોઈ જૂની અદાવત કે પછી તમારા જ વાહનમાં છુપાયેલું કોઈ રહસ્ય? અકસ્માત સર્જતી આ ઘટના પાછળના વૈજ્ઞાનિક અને ચોંકાવનારા કારણો!

| Updated on: Jun 26, 2026 | 11:08 AM
1 / 7
રસ્તા પર ગાડી ચલાવતી વખતે અચાનક કુતરા પાછળ પડે ત્યારે આપણને લાગે છે કે તેઓ આપણા પર હુમલો કરવા માંગે છે. પરંતુ નિષ્ણાતોના મતે, કુતરાઓને તમારી સાથે કોઈ વેર હોતું નથી. તેમનો ટાર્ગેટ તમે નહીં પણ તમારી ગાડીના ટાયર હોય છે.

2 / 7
કુતરાઓની સુંઘવાની શક્તિ ખૂબ જ તેજ હોય છે. જ્યારે તમે તમારી બાઈક કે કાર ક્યાંક પાર્ક કરો છો, ત્યારે સ્થાનિક કુતરા ઘણીવાર તેના ટાયર પર પેશાબ કરી દે છે. આ પેશાબની ગંધ લાંબા સમય સુધી ટાયર પર જળવાઈ રહે છે.

3 / 7
કુતરાઓનો પોતાનો એક ચોક્કસ વિસ્તાર (ટેરિટરી) હોય છે, જેમાં તેઓ બીજા કોઈ કુતરાને સહન નથી કરતા. જ્યારે તમે બીજા વિસ્તારની ગાડી લઈને નીકળો છો, ત્યારે ત્યાંના કુતરાઓને તમારા ટાયરમાંથી બીજા કુતરાની ગંધ આવે છે.

4 / 7
ટાયરમાંથી આવતી ગંધને કારણે સ્થાનિક કુતરાઓને એવું લાગે છે કે તેમના વિસ્તારમાં કોઈ બહારનો નવો શ્વાન ઘૂસી આવ્યો છે. આ ભ્રમને કારણે તેઓ પોતાની સરહદ બચાવવા માટે એલર્ટ થઈ જાય છે.

5 / 7
ગાડી જ્યારે સ્પીડમાં પસાર થાય છે અને તેના ટાયર ગોળ ફરે છે, ત્યારે કુતરાઓને લાગે છે કે પેલો નવો શ્વાન તેમના પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યો છે. આથી તેઓ વધુ હિંસક બનીને ભસવા લાગે છે.

6 / 7
મોટાભાગના લોકો ડરીને બાઈક કે કારની સ્પીડ વધારી દે છે. આવું કરવાથી કુતરાઓનો ડર કે શંકા મજબૂત બની જાય છે અને તેઓ વધુ ઝડપથી પાછળ દોડે છે. આના કારણે ઘણા વાહનચાલકો બેલેન્સ ગુમાવી બેસે છે અને અકસ્માત થાય છે.

7 / 7
ડોગ એક્સપર્ટ્સ સલાહ આપે છે કે આવી સ્થિતિમાં ડરવાની કે નર્વસ થવાની જરૂર નથી. જો તમે ગાડી ધીમી કરી દેશો અથવા ઊભી રાખી દેશો, તો કુતરાઓ સમજી જશે કે તેમના પર કોઈ ખતરો નથી અને તેઓ આપોઆપ શાંત થઈ જશે.

Follow Us