
બીજી વાર તેમણે 5 જૂને લંડન જવાની યોજના બનાવી હતી, પરંતુ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીને કારણે, તેમણે ફરીથી તેમનો પ્રવાસ મુલતવી રાખવો પડ્યો. તમને જણાવી દઈએ કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલમાં પંજાબ ભાજપના પ્રભારી હતા અને પેટાચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા.

ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે આ બેઠક ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવતી હતી, તેથી તેમણે લુધિયાણામાં રહેવું જરૂરી માન્યું. લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 19 જૂને મતદાન થશે અને પરિણામો 23 જૂને જાહેર કરવામાં આવશે. ત્યારે આ ચૂંટણી થાય કે દીકરી અને પત્નીને મળવા જાય તે પહેલા જ પ્લેન દુર્ઘટનામાં વિજય રુપાણી મૃત્યું પામ્યા.

પંજાબ ભાજપના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સુભાષ શર્માએ જણાવ્યું હતું કે, "વિજય રૂપાણી 9 જૂને ગુજરાત જવા રવાના થયા હતા અને તેમણે અમને કહ્યું હતું કે તેઓ 12 જૂને લંડન જશે. અમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેઓ હવે આપણી વચ્ચે નથી અને તે જ કમનસીબ વિમાનમાં હતા જે અકસ્માતનો ભોગ બન્યો હતો." પંજાબ ભાજપ પ્રમુખ સુનીલ જાખરે પણ રૂપાણીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.
Published On - 11:07 am, Sun, 15 June 25