ભારતમાં લાલ તો વિદેશમાં કેમ હોય છે વાદળી અને લીલી ટપાલ પેટી? જાણો પોસ્ટ બોક્સના રંગો પાછળની રોચક કહાની અને ઇતિહાસ

દુનિયાના અલગ-અલગ દેશોમાં પોસ્ટ બોક્સના રંગ માત્ર ડિઝાઇન કે સજાવટ માટે નથી હોતા. તેની પાછળ ઇતિહાસ, ઓળખ અને સુરક્ષા સાથે જોડાયેલા ખાસ વૈજ્ઞાનિક અને ઐતિહાસિક કારણો જવાબદાર છે.

| Updated on: May 31, 2026 | 6:36 PM
1 / 6
આજના ડિજિટલ યુગમાં ભલે ઇમેઇલ અને વોટ્સએપનો જમાનો આવી ગયો હોય, પરંતુ રસ્તા પર ઉભેલી ટપાલ પેટી (પોસ્ટ બોક્સ) આજે પણ આપણને આકર્ષિત કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભારતમાં પોસ્ટ બોક્સ હંમેશા લાલ રંગના જ કેમ હોય છે, જ્યારે અમેરિકામાં મોટાભાગના મેઇલ બોક્સ વાદળી રંગના જોવા મળે છે? આ રંગોની પસંદગી પાછળ ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છુપાયેલો છે.

2 / 6
ભારતમાં લાલ રંગના પોસ્ટ બોક્સ કેમ?, ભારતમાં લાલ રંગના પોસ્ટ બોક્સ બ્રિટિશ શાસનના સમયથી ઉપયોગમાં લેવાય છે. બ્રિટનમાં પણ જૂના સમયથી જ પોસ્ટ બોક્સ લાલ રંગના બનાવવામાં આવતા હતા અને એ જ પરંપરા ભારતમાં પણ અપનાવવામાં આવી.

3 / 6
વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો લાલ રંગ દૂરથી પણ ખૂબ જ સરળતાથી અને સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. આ જ કારણે તેને ટપાલ વ્યવસ્થા માટે સૌથી યોગ્ય માનવામાં આવ્યો હતો, જેથી ગામડું હોય કે શહેર, લોકો દૂરથી જ પોસ્ટ બોક્સને સરળતાથી ઓળખી શકે.

4 / 6
અમેરિકામાં વાદળી (બ્લૂ) રંગના મેઇલ બોક્સ કેમ? અમેરિકાનો ઇતિહાસ આ બાબતે થોડો અલગ છે. શરૂઆતમાં અમેરિકામાં પણ પોસ્ટ બોક્સ લાલ અને લીલા રંગના જ રાખવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 1909માં અમેરિકી સરકારે લાલ રંગના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો. તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે લોકો લાલ રંગના મેઇલ બોક્સને ઈમરજન્સી સાધનો અથવા ફાયર હાઇડ્રન્ટ્સ (આગ ઓલવવા માટેના પાણીના સોર્સ) સમજીને ભ્રમિત થઈ જતા હતા.

5 / 6
આ ભ્રમ દૂર કરવા માટે અમેરિકામાં પહેલા ઘેરા લીલા રંગનો ઉપયોગ શરૂ થયો. ત્યારબાદ વર્ષ 1955ની આસપાસ લાલ, સફેદ અને વાદળી રંગનું મિશ્રણ અપનાવવામાં આવ્યું. આખરે ધીમે-ધીમે યુએસપીએસ (યુનાઇટેડ સ્ટેટ્સ પોસ્ટલ સર્વિસ) દ્વારા ડાર્ક બ્લૂ એટલે કે ઘેરા વાદળી રંગને સ્ટાન્ડર્ડ રંગ તરીકે નક્કી કરવામાં આવ્યો.

6 / 6
અન્ય દેશોમાં કયા રંગના હોય છે પોસ્ટ બોક્સ? દુનિયાના અલગ-અલગ દેશોમાં પોતાની સુવિધા અને ઇતિહાસ મુજબ પોસ્ટ બોક્સના રંગો નક્કી કરવામાં આવ્યા છે. ભારત અને બ્રિટન: લાલ, અમેરિકા: વાદળી, ચીન: લીલો, જાપાન: લાલ, સિંગાપોર: સફેદ

Follow Us