
ડિજિટલ વારસાના 2 ભાગ પડે છે. જેમાં ડિજિટલ સંપત્તિ અથવા ડિજિટલ ઉપસ્થિતિ સામેલ છે. ડિજિટલ સંપત્તિમાં એ વસ્તુઓ સામેલ થાય છે. જેની આર્થિક કીંમત હોય છે. જેમ કે, વેબસાઈટ ડોમેન, ઓનલાઈન બિઝનેસ ક્રિપ્ટોકરન્સી, ડિજિટલ ફાઈલ અને મોનેટાઈઝડ સોશિયલ મીડિયા અકાઉન્ટ અહી સુધી પહોંચવા હંમેશા પાસવર્ડ કે સુરક્ષા નિયમોનું કારણ જટિલ હોય શકે છે.

ડિજિટલ હાજરીમાં એવી વસ્તુઓનો સમાવેશ થાય છે જે ભાવનાત્મક મહત્વ ધરાવે છે. જેમ કે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ, ફોટા, વિડિયો, ઇમેઇલ્સ, ચેટ્સ અને ક્લાઉડમાં સાચવેલી યાદો. આજકાલ, તેમાં હેલ્થ એપ્લિકેશન્સમાંથી કાઢવામાં આવેલ ડેટા, તમારા સ્થાન ઇતિહાસ, સર્ચ પેટર્ન અને AI દ્વારા બનાવેલ વર્ચ્યુઅલ અવતારનો પણ સમાવેશ થાય છે. આ બધી માહિતી આપણી પસંદગીઓ, ટેવો અને લાઈફસ્ટાઈલને ઊંડાણપૂર્વક પ્રતિબિંબિત કરે છે.

ડિજિટલ પછીની દુનિયા માટે આયોજન શા માટે મહત્વપૂર્ણ છે.જે રીતે આપણે આપણે સંપત્તિ માટે વારસો બનાવીએ છીએ. તે જ રીતે ડિજિટલ સંપત્તિને લઈને પણ પ્લાનિંગ કરવું જરુરી છે. જો આવું ન કર્યું તો તમારા પ્રિયજનોને તમારી યાદોને ઍક્સેસ કરી શકશે નહીં.

ડિજિટલ વારસાનું આયોજન કેવી રીતે કરવું તો. તમારા બધા જ ડિજિટલ એકાઉન્ટ અને સંપત્તિઓનું લિસ્ટ બનાવો.તેમાં યુઝરનેમ અને પાસવર્ડ સહિત. એ પણ નક્કી કરો કે, કઈ વસ્તુઓ ડિલિટ કરવા માંગો છે. કઈ વસ્તુઓ સાચવીને રાખવા માંગો છો. આ બધી વસ્તુઓ કોની સાથે શેર કરવા માંગો છો.

પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો જેથી તમારી લોગિન વિગતો સુરક્ષિત રહે અને જરૂર પડે શેર કરી શકાય.આ માટે, ગૂગલ પાસે એક સુવિધા છે જેના દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમારા મૃત્યુ પછી તમારા ડેટાને કોણ હેન્ડલ કરશે અને કોણ Gmail વગેરેને ઍક્સેસ કરશે. તમે myaccount.google.com/inactive પર જઈને ગૂગલની આ સુવિધાને ઍક્સેસ કરી શકો છો.

પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરો જેથી તમારી લોગિન વિગતો સુરક્ષિત રહે અને જરૂર પડે શેર કરી શકાય.આ માટે, ગૂગલ પાસે એક સુવિધા છે જેના દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમારા મૃત્યુ પછી તમારા ડેટાને કોણ હેન્ડલ કરશે અને કોણ Gmail વગેરેને ઍક્સેસ કરશે. તમે myaccount.google.com/inactive પર જઈને ગૂગલની આ સુવિધાને ઍક્સેસ કરી શકો છો. (all photo : canva)