ભાડુઆત કે મકાન માલિક, ઘરમાં કઇક તુટે તો ખર્ચો કોણ કરે ? જાણી લો નવો નિયમ!

ભાડાના ઘરમાં પાઈપલાઈન લીક થાય, વાયરિંગ બગડે કે નળ તૂટી જાય તો ખર્ચ કોણે ભોગવવો? જો તમે ભાડે રહો છો કે તમારું ઘર ભાડે આપ્યું છે, તો આ નિયમ જાણવો ખૂબ જ જરૂરી છે, નહીં તો મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે!

| Updated on: Jun 19, 2026 | 9:05 AM
1 / 10
નોકરી કે ધંધા માટે ભાડાના મકાનમાં રહેતા કરોડો લોકો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. ભાડાના ઘરમાં થતી નાની-મોટી તોડફોડ પર કોનો અધિકાર અને કોની જવાબદારી છે, તેનો મોટો ખુલાસો થયો છે.

2 / 10
'મોડેલ ટેનન્સી એક્ટ 2021' હેઠળ હવે મકાન માલિક અને ભાડુઆત વચ્ચેના વિવાદોને રોકવા માટે સ્પષ્ટ રેખા દોરવામાં આવી છે. દરેકના હક અને ફરજો હવે કાયદાના દાયરામાં છે.

3 / 10
જો ઘરમાં કોઈ મોટી ખામી સર્જાય, જેમ કે ચોમાસામાં છત ટપકવી, દીવાલોમાં મોટી તિરાડો પડવી કે મુખ્ય પાઇપલાઇન બ્લોક થવી, તો આ ખર્ચ કોનો? કાયદા મુજબ આ મોટી મરમ્મતની સંપૂર્ણ જવાબદારી મકાન માલિકની રહેશે.

4 / 10
ઘરની મેઈન ઈલેક્ટ્રિક વાયરિંગ શોર્ટ થવી અથવા ઘરના પાયાને લગતી કોઈ સમસ્યા હોય તો ભાડુઆતે એક પણ રૂપિયો આપવાની જરૂર નથી. મકાનને રહેવા યોગ્ય રાખવું એ માલિકની કાનૂની ફરજ છે.

5 / 10
ઘરમાં નાનો બલ્બ ઉડી જવો, નળની ચકલી બગડી જવી કે નાનો ફ્યુઝ ઉડી જવો વગેરે જેવી રોજિંદી સમસ્યાઓ ભાડુઆતે પોતે જ પોતાના ખર્ચે ઠીક કરાવવી પડશે. આને સામાન્ય રખરખાવ (Maintenance) ગણવામાં આવે છે.

6 / 10
જો ભાડુઆતની કોઈ ભૂલ, બેદરકારી કે જાણી જોઈને ઘરની કોઈ વસ્તુ તૂટી હોય (જેમ કે કાચની બારી, દરવાજો અથવા મોંઘું ફિટિંગ), તો મકાન માલિક તેની પાસેથી વસૂલાત કરી શકે છે.

7 / 10
હા, જો ભાડુઆતે ઘરને મોટું નુકસાન પહોંચાડ્યું હોય તો મકાન માલિક સિક્યોરિટી ડિપોઝિટમાંથી પૈસા કાપી શકે છે. પરંતુ, માલિકે સાબિત કરવું પડશે કે નુકસાન ખરેખર ભાડુઆતની ભૂલથી જ થયું છે.

8 / 10
આ પ્રકારના વિવાદોથી બચવાનો સૌથી મોટો રસ્તો એ છે કે મકાન ભાડે આપતી વખતે જ લેખિત 'રેન્ટ એગ્રીમેન્ટ' કરાવવું. તેમાં કયા પ્રકારના રિપેરિંગ કોણ કરાવશે, તેનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જરૂરી છે.

9 / 10
નિષ્ણાતો સલાહ આપે છે કે જ્યારે પણ તમે નવા ભાડાના ઘરમાં શિફ્ટ થાઓ, ત્યારે ઘરની તમામ દીવાલો, નળ અને ફિટિંગ્સના ફોટો અને વીડિયો પુરાવા તરીકે લઈ લો, જેથી ભવિષ્યમાં મકાન માલિક ખોટો આરોપ ન લગાવી શકે.

10 / 10
જો કોઈ મોટી મરમ્મત મકાન માલિકની જવાબદારી હોવા છતાં તે ન કરાવે, તો ભાડુઆત તેને નોટિસ આપી શકે છે. અમુક સંજોગોમાં ભાડુઆત પોતે ખર્ચ કરીને તે રકમ માસિક ભાડામાંથી કાપી પણ શકે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.