
બોલિવૂડ અભિનેત્રી તેના બોલ્ડ અને હોટ લુક માટે જાણીતી છે. તે અવારનવાર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, જે તેના ચાહકોને ખૂબ પસંદ આવે છે.

પોતાના ફેશન અને ગ્લેમરસ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર આગ લગાડતી દિશાએ ફરી એકવાર ચાહકોની ધડકન તેજ કરી દીધી છે. આઉટફિટની વાત કરીએ તો, બ્લેક કલરનો મિનિમલ લુક તેની પર્સનાલિટીને વધુ હાઈલાઈટ કરે છે. બ્લેક બ્રાલેટ અને ફ્લોઈ સ્કર્ટનું કોમ્બિનેશન તેને એક એલિગન્ટ તેમજ બોલ્ડ લુક આપે છે.

બીજી તરફ, બેકલેસ ડિઝાઇનવાળો બ્લુ આઉટફિટ તેના ગ્લેમરસ અંદાજને વધુ નિખારે છે. આ લુક એક સોફ્ટ અને સેન્સુઅસ વાઇબ આપે છે. "ક્યારેક સોફ્ટ, ક્યારેક બોલ્ડ, તો ક્યારેક સંપૂર્ણપણે ડ્રીમી" એમ કરીને દરેક પોઝમાં એક અલગ સ્ટોરી જોવા મળી રહી છે. આ ક્વોલિટી તેને માત્ર એક અભિનેત્રી જ નહીં પરંતુ એક સાચી 'સ્ટાઇલ આઇકોન' બનાવે છે.

આમાં દિશા મરૂન કલરના હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી છે. આ ડ્રેસમાં તે ખૂબ જ ગ્લેમરસ અને હોટ લાગી રહી છે. દિશાના આ નવા ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેના ચાહકો આ તસવીરો પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ કરી રહ્યા છે. ઘણા ચાહકો તેને "બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રી" કહી રહ્યા છે.

બ્યુટી અને મેકઅપમાં પણ દિશા પટનીએ કમાલની સાદગી બતાવી છે. "મેકઅપ, સોફ્ટ સ્કિન ગ્લો અને નેચરલ એક્સપ્રેશન" આ બધું મળીને તેના ચહેરાની ખરી બ્યુટિ સામે આવે છે. વધુ પડતા મેકઅપ વગર પણ તેનો લુક એટલો પાવરફુલ છે કે, તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે.

હેરસ્ટાઇલની વાત કરીએ તો, તેના ખુલ્લા, લાંબા અને નેચરલી વેવી વાળ આખા લુકને એકદમ 'એફર્ટલેસ' બનાવે છે. ક્યાંક તે વાળમાં હાથ ફેરવતી જોવા મળે છે, તો ક્યાંક હળવી મૂવમેન્ટ સાથે એક સિનેમેટિક ફીલ ક્રિએટ કરે છે, જે દરેક ફ્રેમને આકર્ષક બનાવી દે છે.