
તમને જણાવી દઈએ આ અભિનેત્રી પહેલા 'સલામ વેંકી' માં સ્ક્રીન પર દેખાઈ હતી. આ ફિલ્મમાં તેણે કાજોલ સાથે કામ કર્યું હતું.

અનિત પડ્ડાને 2024માં વેબ સિરીઝ 'બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય' થી વધુ ઓળખ મળી. તેણે આ શોમાં રૂહીનું પાત્ર ભજવ્યું હતું અને પૂજા ભટ્ટ, રાયમા સેન અને ઝોયા હુસૈન જેવા જાણીતા કલાકારો સાથે કામ કર્યું હતું.

અભિનય ઉપરાંત, અનિતને સંગીતનો પણ શોખ છે. તે ગાયિકા છે. 'બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાય' ગીતને પોતાનો અવાજ પણ આપ્યો.

સૈયારા અનિતની કારકિર્દીમાં એક મોટો વળાંક સાબિત થયો અને ફિલ્મમાં તેને મુખ્ય ભૂમિકા મળી. આ ફિલ્મ લોકોને ખુબ પસંદ આવી રહી છે, તે સાથે અહાન અને અનિતની જોડી અને એક્ટિંગના પણ લોકો ખુબ વખાણ કરી રહ્યા છે. તેમજ ફિલ્મની સ્ટોરીએ ફેન્સ આશિકિ અને આશિકિ 2 ફિલ્મની યાદ અપાવી દીધી છે
Published On - 4:47 pm, Sat, 19 July 25