આ સ્ટાર્ટઅપમાં રોકાણકારોને જોડવા માટે, જ્યારે તેઓએ લોગો બનાવ્યો, ત્યારે અંગ્રેજીમાં નાના અક્ષરોમાં twttr લખેલું હતું અને તેના અંતે પક્ષીની ચાંચ નીકળેલી હતી. જેમ તમે ચિત્રમાં જોઈ શકો છો. તેના સહ-સ્થાપક બિઝ સ્ટોન રોકાણ કરવા માટે સંમત થયા, પરંતુ તેમને આ લોગો અને લીલો રંગ પસંદ ન આવ્યો. 2006 માં જ્યારે Twitter લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારે તેનો લોગો twitter તરીકે નાના અક્ષરોમાં ડિઝાઇન કરવામાં આવ્યો હતો, જે લિન્ડા કેવિને માત્ર 1 દિવસમાં ડિઝાઇન કર્યો હતો.