
વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ત્રણ દાયકા પહેલા જ્યારે તેઓ અમેરિકા આવ્યા હતા, ત્યારે તેમણે વ્હાઇટ હાઉસને બહારથી જોયું હતું. તેમણે કહ્યું કે હું વડાપ્રધાન રહીને ઘણી વખત અમેરિકા આવ્યો છું, પરંતુ આ પહેલીવાર છે જ્યારે આટલા ભારતીય અમેરિકનો માટે વ્હાઇટ હાઉસના દરવાજા ખોલવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બંને દેશોને તેમની વિવિધતા પર ગર્વ છે.

વ્હાઈટ હાઉસની સાઉથ લોનની બાલકનીમાં ઉભા રહીને નરેન્દ્ર મોદી, જો બાઈડન અને જિલ બાઈડને લોકોનું અભિવાદન કર્યું હતું.

આજે સાંજે 8.30 કલાકે બંને દેશના રાષ્ટ્ર પ્રમુખ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત શરુ થઈ હતી. બંને નેતાઓ મીડિયાના સવાલોના જવાબ આપે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી.

જો બાઈડને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન મોદી તમારુ ફરીથી વ્હાઈટ હાઉસમાં સ્વાગત છે. અમેરિકા-ભારતના સંબંધોમાં 21મી સદીમાં મહત્વપૂર્ણ છે.
Published On - 8:45 pm, Thu, 22 June 23