
તમારા મગજમાં એ વાત ફરતી હશે કે કયા સમયે કસરત કરવાથી શરીર પર અસર થાય છે અથવા કયા સમયે તમને શ્રેષ્ઠ પરિણામો મળશે. જાણો તેના વિશે...

તમારી પાસે જ્યારે સમય મળે ત્યારે કસરત કે વર્કઆઉટ કરી શકો છો. સવાર તથા સાંજ બંને સમયે કસરત કરવાથી તમને લાભ મળી શકે છે.

સવારના વર્કઆઉટમાં કાર્ડિયો એક્સરસાઈઝ બેસ્ટ વિકલ્પ છે. આનાથી તમને આખા દિવસમાં આવતા ટેન્શનને સરળતાથી મેનેજ કરી શકશો.

સાંજના સમયમાં મુખ્યત્વે વેઈટ લિફ્ટિંગનો સમાવેશ થાય છે. આમ કરવાથી રાત્રે ઉંઘ સારી આવે છે.

સાંજે વર્કઆઉટ આખા દિવસના થાકને દૂર કરવા માટે બેસ્ટ છે. તો તમે સાંજનો પણ વિકલ્પ પસંદ કરી શકો છો.